- ચૂંટણીના પગલે અરવલ્લીની બોર્ડરો પર સઘન પોલીસ ચેકીંગ
- શામળાજી અને ઉન્ડવા બોર્ડર પર સઘન પોલીસ ચેંકીંગ
મેઘરજ : અરવલ્લી ગુજરાતનો સરહદી જિલ્લો છે, ભિલોડા તાલુકાનું શામળાજી અને મેઘરજ તાલુકાનું ઉંડવા રાજસ્થાનની સરહદ પર આવેલા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પગલે જિલ્લાની બન્ને સરહદો પર પોલીસનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ચૂંટણી સમયે રોકડ રકમ, દારૂ અથવા કોઇ પણ ગેર કાયદેશર વસ્તુઓ ગુજરાતમાં ગુસાડવામાં ન આવે તે માટે પોલીસ દ્વારા દરેક વાહનોનું ચેંકીગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, રાજસ્થાનની સરહદ પરથી ગુજરાતમાં મોટાપ્રમાણ દારૂ લાવામાં આવે છે. શામળાજી અને ઉંડવા બોર્ડર પરથી વર્ષે દહાડે પોલીસ દ્વારા કરોડો રૂપિયાનો દારૂ અને બીજી ગેરકાયદેસર વસ્તુઓ પકડવામાં આવે છે.