અરવલ્લીઃ સમગ્ર રાજ્યમાં માસ્ક નહીં પહેરનારા લોકોને 200 રૂપિયાના દંડની જોગવાઈ છે. જેથી અનેક સ્થળે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના બનાવો બની રહ્યા છે. અરવલ્લી જિલ્લાના બાયડ નગરમાં દૂધની ડેરી ધરાવતા વેપારીને PCR વાનમાં આવેલા પોલીસે માસ્ક નહીં પહેરવા પર રૂપિયા 200નો દંડ ફટકાર્યો હતો. આ દંડની ચૂકવણી દુકાનદારે 10 અને 5 રૂપિયા સિક્કાથી કરતાં પોલીસકર્મીઓએ વેપારીને જાહેરમાં ફટકાર્યો હતો.
દુકાનદારને ફટકારવાની ઘટના CCTVમાં કેદ થઇ છે. જેથી દુકાનદારે પોલીસ કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યો છે.
આ સમગ્ર ઘટના અંગે દુકાનદારે જણાવ્યું કે, મને કીડી કરડી હતી. જેથી મેં માસ્ક ઉતાર્યું હતું. આ સમયે પોલીસે મારી પાસેથી 200 રૂપિયાનો દંડ કર્યો હતો. આ દંડની ચૂકવણી સિક્કા દ્વારા કરવાથી પોલીસે મને ફટકાર્યો છે.