મોડાસાની પાંડુરંગ સોસાયટીમાં અનોખી થીમ પર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગંદકીને કારણે ઝઘડાની ઘટનાઓ સામાન્ય રીતે બનતી જ રહે છે. આ તમામ બાબતોથી દૂર રહેવા સ્થાનિક રહીશોએ નવતર પ્રયોગ કર્યો હતો. સ્થાનિકોની કોઠાસૂઝ અને મહેનતે સોસાયટીની રોનક બદલી નાખી છે.
સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યા બાદ સ્થાનિક રહીશો દ્વારા સોસાયટીના કોમન પ્લોટમાં નવચંડી યજ્ઞનું આયોજન કર્યું હતું. જેમાં શ્રીફળ હોમ કરીને યજ્ઞની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ યોગેશ પટેલ, ઉપપ્રમુખ પરેશ પટેલ, મંત્રી શશીકાન્ત ભટ્ટ, તેમજ દુષ્યંત પંડ્યાએ ભારે જહેમત ઉઠાવી હતી.