જિલ્લામાં વર્ષ 2017 -18 અને વર્ષ 2018 -19 ની સરકારી ગ્રાન્ટ તેમજ સંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા વિકાસના કામો માટે ફાળવેલી ગ્રાન્ટ સમય મર્યાદામાં પૂર્ણ કરવાની હોવા છતાં કેટલીક જગ્યાએ ગ્રાંન્ટ વાપરવામાં આવી નથી. આ સંદર્ભે જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ તાત્કાલિક જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીઓ, સુપરવાઇઝરોને વર્ષ 2017 -18 અને વર્ષ 2018 -19 ના 15 % વિવેકાધીન જોગવાઈ 5% પ્રોત્સાહન જોગવાઈમાં ધારાસભ્ય ફંડ અને સંસદસભ્ય ફંડના 2017-18ની ગ્રાન્ટની રકમ વપરવાની મુદત 31 જુલાઈ 2019માં પૂર્ણ થતી હોય જેથી તમામ કામ પૂર્ણ કરી આયોજન પ્લાનિંગ સોફ્ટવેરમાં ઓનલાઈન એન્ટ્રી કરવા કડક સુચના આપવામાં આવી હતી.
વિકાસના કામ સમયસર અને ઝડપી પુર્ણે કરવાની સાથે કામોની ક્વોલિટી જળવાય તે માટે તાલુકા વિકાસ અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી આ ઉપરાંત તમામ જોગવાઈઓ અને પેન્ડિંગના ટી.એસ સત્વરે મોકલી આપવા પણ જિલ્લા આયોજન અધિકારીએ સૂચના આપી હતી. વધુમાં સંસદસભ્ય ફંડના તમામ કામોના એસ્ટીમેન્ટ મોકલી આપી વહીવટી મંજૂરી આપેલી છે.