મોડાસા સહિત અરવલ્લી જિલ્લાના તમામ ટેકાના ભાવે મગફળી ખરીદ સેન્ટર પર ખરીદી 1 નવેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. જો કે, માવઠાના કારણે ખરીદી સ્થગિત કરી 18 નવેમ્બરના રોજ પૂન: શરૂ કરવામાં આવી હતી. જે 31 જાન્યુઆરી સુધી ચાલશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શરૂઆતમાં અરવલ્લીમાં મગફળીના નાણાંની ચૂકવણી મંદગતિએ થઈ રહી હતી. જો કે, મીડિયામાં સમાચાર આવતા હવે પેમેન્ટની પક્રિયા ઝડપી કરવામાં આવી છે.