- શાળાઓ શરૂ થવાની જાહેરાત થતા વિધાર્થીઓ અને વાલીઓ ખુશ
- કોરોનાને કારણે લાંબા સમયથી તમામ શાળાઓ હતી બંધ
- અરવલ્લીમાં પ્રશાસન દ્વારા શાળાઓ શરુ કરવાની તૈયારીઓ કરાઈ
મોડાસા: છેલ્લા દોઢ વર્ષથી કોરોનાને પગલે પ્રાથમિક શાળાના વિધાર્થીઓના શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી છે. શાળાઓ દ્વારા ઓનલાઇન અભ્યાસ કરવવામાં આવી રહ્યો હોવા છતાં મોટા ભાગના વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાઓ પુન: શરૂ કરવાણી જાહેરાત કરતા વિધાર્થીઓ તેમજ વાલીઓમાં ખુશી છવાઈ છે.
શાળાઓ પુન: શરૂ કરવાની તૈયારીઓ શરૂ
સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફને કોરોના ગાઇડલાઇન મુજબ પ્રવેશ આપવામાં આવશે. અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફને કોરોનાની ગાઇડ લાઇન મુજબ થર્મલ સ્ક્રીનીંગ, સેનેટાઇઝ કરીને તેમજ માસ્ક સાથે પ્રવેશ આપવામાં આવશે. અરવલ્લી જિલ્લામાં કુલ 588 પ્રાથમિક શાળાઓમાં કુલ 39924 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેના કારણે પ્રશાસન દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.