- મોડાસામાં ઓવરવ્યૂ ઓફ સ્ટોક માર્કેટ સેમિનાર યોજાયો
- રોકાણકારો માટે શેર બજારમાં હજુ પણ અઢળક તકો
- આવનારાં દિવસોમાં ભારતીય શેરબજાર વધુ નવી ઊંચાઈઓ સર કરશે
અરવલ્લી: ભારતીય શેરબજારના બન્ને ઈન્ડેક્સમાં હાલ બુલ રન છે, ત્યારે મોડાસાની બી.બી.એ. કોલેજના વિદ્યાર્થીઓમાં સ્ટોક માર્કેટને લઈને અભિરૂચી કેળવાય તેમજ ભવિષ્ય શેરબજારમાં રોકાણ કરીને કઈ રીતે આવક ઉભી કરી શકાય તે સંદર્ભે " ઓવરવ્યુ ઓફ સ્ટોક માર્કેટ " વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં અશ્વમેઘ વેંચર્સ પ્રા.લી. ના CEO અને કો. ફાઉન્ડર રશેશ ઉપાધ્યાય માર્ગદર્શન આપ્યું હતું. રશેશભાઈના જણાવ્યા અનુસાર રોકાણકારો માટે શેરબજારમાં હજુ પણ અઢળક તકો છે. કેમ કે, આવનારાં દિવસોમાં ભારતીય શેર બજાર વધુ નવી ઉંચાઈઓ સર કરશે.
આ પણ વાંચો: સપ્તાહના છેલ્લા દિવસે ઐતિહાસિક ઉંચાઈ સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ પહેલી વાર 60,000ને પાર
ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા
આ કાર્યક્રમમાં મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ નવીન મોદી, સેક્રેટરી રમેશ શાહ, બી.બી.એ. કોલેજના આચાર્ય તુષાર ભાવસાર તેમજ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.