- વિશ્વભરમાં 1લી મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે ઉજવાય છે
- કામદારો પાસેથી દિવસમાં 8 કલાકથી વધુ સમય માટે કામ ન કરાવવુ
- વેઠ મજૂરી નાબૂદ કરવા, લઘુતમ વેતન કાયદાની માંગ સાથે જનજાગૃતિ
અરવલ્લી: વિશ્વભરમાં 1લી મેએ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે મનાવામાં આવે છે. આ દિવસે, વિવિધ મજુર સંગઠોનો દ્રારા કામદારોને તેમની સાથે થઇ રહેલા શોષણ અંગે જાગૃતિ ફેલાવામાં આવે છે. 1889માં, માર્ક્સવાદી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસે એક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે એક નિયમ અપનાવ્યો હતો, જેમાં તેઓએ માંગણી કરી હતી કે કામદારો પાસેથી દિવસમાં 8 કલાકથી વધુ સમય માટે કામ ન કરાવવુ જોઇએ. ત્યારબાદ, આ પ્રસંગને સંસ્મરણીય બનાવવા માટે 1લી મે, દર વર્ષે મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અરવલ્લી જિલ્લાના લેબર યુનિયનના પ્રમુખે આ દિવસે ભારતમાં મજૂર કાયદાઓની શું પરિસ્થિતિ છે તે અંગે તેમનો અભિપ્રાય આપ્યો હતો.
આ પણ વાંચો: ઈંટ-ભઠ્ઠાના મજૂરોના પ્રશ્ન અંગે હાઇકોર્ટેની સરકારને નોટિસ
ILO દ્વારા મજૂરોના હકોના રક્ષણ જેવા મુખ્ય મુદ્દાઓ અંગે જાગૃતિ
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO)એ સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સી છે. જે શ્રમના મુદ્દાઓ અને મુખ્યત્વે વિશ્વભરના મજૂરોના ધોરણોને સુધારવાની દિશામાં કામ કરે છે. ILO વિશ્વભરમાં રેલીઓ અને દેખાવો કરી મજૂર દિવસની ઉજવણી કરે છે. આ ઉપરાંત, વેઠ મજૂરી નાબૂદ કરવા, લઘુતમ વેતન કાયદાની માંગ, સ્થળાંતર કામદારોના હકોનું રક્ષણ જેવા મુખ્ય મુદ્દાઓ અંગે જાગૃતિ ફેલાવે છે.
આ પણ વાંચો: વેસ્ટર્ન રેલવે મજદૂર યુનિયને વિવિધ માગણીને લઈ કર્યા ધરણા