અરવલ્લીઃ જિલ્લાના મોડાસા નગરમાં લોકડાઉનનો ફાયદો ઉઠાવી પાન મસાલાનુ કાળા બજાર કરી, વેપારીઓ ખુલ્લેઆમ બેથી ત્રણ ઘણો ભાવ લઇ રહ્યા છે. આ સાથે જ જે પણ વેપારી માલ વેચી રહ્યા છે, તે તમામ ચીઠ્ઠી વ્યવહાર થકી વેપાર કરી રહ્યા છે. જેથી સરકારને પણ કરોડો રૂપિયાનો ચુનો લાગી રહ્યો છે. પાક્કું બિલ આપવાને બદલે વેપારીઓ ચિઠ્ઠી આપી માલની લે-વેચ કરી રહ્યા છે. ત્યારે પાન મસાલાનો કાળા બજારનો વેપાર હવે વધી રહ્યો છે.
આ અંગે તોલ માપ ખાતાના અધિકારી સાથે ટેલીફોનીક વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતું કે, આ અંગે કોઇ ઔપચારીક ફરીયાદ મળી નથી પરંતુ મીડિયા મારફતે માહિતી મળી છે તેથી આવનાર દિવસોમાં તપાસ થશે.