અરવલ્લી : જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધતા કુલ આંક 270ને પાર પંહોચી ગયો છે. જેમાં મોડાસા નગરમાં 140થી વધુ કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી 29 વ્યક્તિઓનું કોરોનાથી મૃત્યુ થયુ છે. જેમાં મુખ્ય મથક મોડાસા નગરમાં જ 24 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. હાલ અરવલ્લી જિલ્લામાં કોવીડ-19ના 29 એકટીવ કેસ સારવાર હેઠળ છે.
નોંધનીય છે કે બાયડ તાલુકાના ગાબટ ગામના તબીબ ડૉ.ભાઇલાલભાઈ પટેલ અને બાયડ નગરના સપન હોસ્પિટલ ધરાવતાં એક સિનિયર ડોક્ટરના પત્નીનું અમદાવાદમાં સારવાર દરમિયાન કોરોનાથી મોત નિપજતાં ભારે ચકચાર મચી હતી. હાલમાં વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં ત્રણ તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 16 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. તેમજ અરવલ્લી જિલ્લાના આઠ પોઝિટિવ કેસ હિમતનગર સીવીલ હોસ્પિટલમાં, અમદાવાદની હોસ્પિટલમાં એક તેમજ ગાંધીનગરની હોસ્પિટલમાં એક સારવાર હેઠળ છે. આમ, કુલ-29 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.