અરવલ્લીઃ જીલ્લામાં ભિલોડાના કુશાલપુરા ગામમાં 70 વર્ષીય કોરોના પોઝિટિવ મહિલાનું મોત થયુ હતુ. ત્યાર બાદ ત્રણ જ દિવસમાં જીલ્લામાં 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જયારે મંગળવારે વધુ એક બાયડના આંબલીયારા ગામમાં 49 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા જીલ્લા વહિવટીતંત્ર અને સ્વાસ્થય વિભાગે સતર્ક બની કામગીરી હાથ ધરી છે.
17 કોરોના પોઝિટિવ કેસ સામે આવતાં સ્વાસ્થય વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ વ્યક્તિઓના રહેણાંક અને ગામ સહિતના વિસ્તારને ક્વોરન્ટાઈન ઝોન જાહેર કરવાની સાથે સાથે આસપાસના પાંચ કિ.મી સુધીના વિસ્તારને બફર ઝોન જાહેર કરી તપાસની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. જીલ્લાના ગ્રામ્ય વિસતારમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. જેમાં ભિલોડામા 1, ધનસુરામા 2, મેઘરજમા 4, મોડાસામા 7 અને બાયડમા 3 કેસ પોઝિટિવ કેસ નોધાયા છે.
જીલ્લામાં નોંધાયેલ કેસ સાથે 10 ગ્રામ્ય અને 236 શહેરના લોકો કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યા હતા. જે પૈકી 154 લોકોને હોમ ક્વોરન્ટાઇન, જયારે 13 લોકોને આઇસોલેટેડ કરવામાં આવ્યા હતા. જેમાંથી 7 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેથી સ્વાસ્થય વિભાગ સતર્ક બની નોધાયેલ કેસના ગામોમાં જીલ્લા ખાતે બનાવેલી 193 સ્વાસ્થયની રેપિડ રીસ્પોન્સ ટીમો દ્વારા ગામની આજુ બાજુના ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા 26 ગામોને કન્ટેનમેન્ટ ઝોનમાં આવરી લઈ હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.