- પુરૂષનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું
- બે બાળકીને ગંભીર ઇજાઓ થઇ
- ઘટનાની જાણ થતા જ પહોંચી પોલીસ
અરવલ્લી- શામળાજીના ગોઢકુલ્લા ગામમાં બપોરના ત્રણ વાગ્યાના સુમારે એકાએક બ્લાસ્ટ થતા આફરાતફરી મચી હતી. ગામમાં આવેલા એક કાચા મકાનમાં પ્રચંડ આવાજથી બ્લાસ્ટ થતા આસપાસ લોકો દોડી આવ્યા હતા. બ્લાસ્ટ થતા ઘરના એક પુરૂષનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું, જ્યારે બે બાળકીઓ સહિત એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી. બે બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવી છે, જ્યારે મહિલા શામળાજી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો- કલોલ બ્લાસ્ટ મામલો: AUDAએ હાઇકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું
મૃતક પુરૂષ તળાવમાંથી કોઇક શંકાસ્પદ વસ્તુ લાવ્યો હતો
સમગ્ર ઘટનાની તપાસ માટે શામળાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બ્લાસ્ટ થવાનું કારણ અકબંધ છે. મળતી માહિતી અનુસાર મૃતક પુરૂષ તેના ઘર નજીક આવેલા તળાવમાંથી કોઇક શંકાસ્પદ વસ્તુ લાવ્યો હતો. જેમાંથી બ્લાસ્ટ થયો છે, તેવુ માનવામાં આવી રહ્યુ છે.