અરવલ્લીઃ રવિવારે સાંજના સુમારે અરવલ્લી જિલ્લાના મોડાસાના મુલોજ ગામના 40 વર્ષીય રમેશ મથુરભાઈ ખાંટ નામનો યુવક ઘરેથી કામકાજ અર્થે નીકળ્યો હતો. ગામની બહાર બનાવેલ ચેકડેમ પરની દીવાલ પર પસાર થઇ રહ્યો હતો. તે દરમ્યાન તેનો પગ લપસતાં પાણીમાં ડુબી ગયો હતો. ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો તેમજ મામલતદાર, ટીડીઓ અને પોલીસ પણ પણ સ્થળ પર પહોચ્યા હતા.
તંત્રએ સ્થાનિક તેમજ માલપુરના તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ આદરી હતી. છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસતા ચેકડેમમાં પાણીની અવાક વધુ હોવાથી તરવૈયાઓને 18 કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકનું અકાળે મૃત્યુ થતા પરિવારજનોમાં ગમગીની છવાઇ હતી. મૃતદેહને પી.એમ માટે ખસેડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.