- ભક્તો ભગવાન શામળાજીના દર્શન કરવા ઉમટ્યા
- દીપોત્સવી મહોત્સવ માટે મંદિર શણગારવામાં આવ્યું
- ઉજવણીનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું હતું
અરવલ્લી: જિલ્લાના સુપ્રસિદ્વ શામળાજી મંદિરમાં પાંચ દિવસ સુધી ચાલનારા દીપોત્સવી મહોત્સવ માટે મંદિરને લાઈટની રોશનીથી શણગારવામાં આવ્યું છે. તો દિવાળીના તહેવાર નિમીતે વહેલી સવારથી જ ભકતો દર્શન કરવા ઉમટ્યા હતા. યાત્રાધામ ખાતે કોરોનાની સરકારની ગાઈડ લાઈન મુજબ ભક્તોને દર્શન થાય તે પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતુ. દિવાળીના દિવસે વહેલી સવારે મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી. જ્યારે બપોરે ભગવાનને રાજભોગ ધરાવામાં આવ્યો હતો, તેમજ આરતી કરવામાં આવી હતી.
યાત્રાધામ શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તહેવારો પ્રસંગે થનાર ઉજવણીનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું હતું. ધનતેરસના દિવસે મંદિરમાં પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કાળી ચૌદશ અને દીપાવલી દીપાવલીના દિવસે સાંજે મંદિરમાં લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન થશે.
- દીપાવલી સુધી ઠાકોરજીના દર્શનનો સમય આ પ્રમાણે રહેશે
મંદિર ખુલશે
સવારે 6.00 કલાકે
મંગલા આરતી
સવારે 6.45 કલાકે
શણગાર આરતી
સવારે 9.15 કલાકે
રાજભોગ ધરાશે ( મંદિર બંધ )
સવારે 11.30 કલાકે
રાજભોગ આરતી ( મંદિર ખુલશે )
બપોરે 12.15 કલાકે
મંદિર બંધ થશે
બપોરે 12.30 કલાકે
ઉત્થાપન ( મંદિર ખુલશે )
સંધ્યા આરતી
શયન આરતી
મંદિર મંગલ ( બંધ થશે )
બપોરે 2.15 કલાકે
સાંજે 6.30 કલાકે
રાત્રે 8.15 કલાકે
રાત્રે 8.30 કલાકે
- નવા વર્ષે ભગવાન શામળાજીને અન્નકૂટ ધરાવવામાં આવશે, જે માટે દર્શનનો સમય આ પ્રમાણે રહેશે
મંદિર ખુલશે
સવારે 6.00 કલાકે
મંગલા આરતી
સવારે 6.45 કલાકે
શણગાર આરતી
સવારે 9.15 કલાકે
રાજભોગ ધરાશે ( મંદિર બંધ )
સવારે 9.45 કલાકે
રાજભોગ આરતી ( મંદિર ખુલશે )
સવારે 10.30 કલાકે
ગોવર્ધનપૂજા
મંદિર બંધ થશે ( અન્નકૂટ ધરાશે )
સવારે 11.00 કલાકે
બપોરે 12.00 કલાકે
અન્નકૂટ દર્શન (મંદિર ખુલશે )
અન્નકૂટ વિસર્જન
સંધ્યા આરતી
શયન આરતી
મંદિર મંગલ ( બંધ થશે )
બપોરે 3.00 કલાકે
સાંજે 5.00 કલાકે
રાત્રે 6.00 કલાકે
રાત્રે 8.00 કલાકે
રાત્રે 8.30 કલાકે