ETV Bharat / state

મોડાસા APMCમાં પ્રથમ દિવસે ટેકાના ભાવે મગફળી વેચવા એક પણ ખેડૂત ન આવ્યા, ઓપન માર્કેટમાં મળી રહ્યા છે વધુ ભાવ

રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જો કે, ઓપન માર્કેટની હરાજીમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા વધારે ભાવ મળી રહ્યા છે. જેથી મોડાસાના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે પ્રથમ દિવસે એકપણ ખેડૂત આવ્યા ન હતા.

Modasa Market Yard
મોડાસા માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે ટેકાના ભાવે મગફળી વેચવા એક પણ ખેડૂત ન આવ્યા
author img

By

Published : Oct 26, 2020, 3:54 PM IST

  • મોડાસા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે પ્રથમ દિવસે એકપણ ખેડૂત ન આવ્યા
  • ઓપન માર્કેટમાં ભાવ વધુ મળતા ટેકાના ભાવે મગફળીના વેચાણમાં ખેડૂતોએ રસ ન દાખવ્યો
  • રાજ્ય સરકારે ટેકાનો ભાવ 1055 રૂપિયા કર્યો છે નક્કી

અરવલ્લીઃ જિલ્લાના મોડાસા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તૈયારીઓ કરવામાં આવી છે. મોડાસામાં 4100 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે. જો કે, ઓપન માર્કેટની હરાજીમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા વધારે ભાવ મળી રહ્યા હોવાથી પ્રથમ દિવસે મોડાસા માર્કેટ યાર્ડમાં એકપણ ખેડૂત મગફળી લઇને આવ્યા ન હતા.

ઓપન માર્કેટમાં ખેડૂતોને રૂપિયા 1100થી 1250 મળી રહ્યો છે ભાવ

રાજ્ય સરકારે ટેકાનો ભાવ 1055 રૂપિયા નક્કી કર્યો છે, પરંતુ ઓપન માર્કેટની હરાજીમાં ખેડૂતોને રૂપિયા 1100થી 1250 જેવો ભાવ મળી રહ્યો છે. ઓપન માર્કેટમાં સારો ભાવ અને રોકડા નાણાં મળતા હોવાથી ટેકાના ભાવે મગફળીના વેચાણમાં ખેડૂતોએ રસ દાખવ્યો નથી.

મોડાસા માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે ટેકાના ભાવે મગફળી વેચવા એક પણ ખેડૂત ન આવ્યા

અરવલ્લીમાં 20 હજાર ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું

અરવલ્લીમાં ચાલુ વર્ષે 75 હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેની સામે 20,000 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જો કે, જ્યાં સુધી ઓપન માર્કેટમાં ઉંચા ભાવ મળી રહેશે ત્યાં સુધી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચે તેવી શક્યતાઓ નહિવત દેખાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.