રામપુર ગામના આબાલ વૃદ્ધ સૌ કોઈ વહેલી સવારે ગામના ચોરે આવેલ રાધા કૃષ્ણના મંદિરે એકઠા થાય છે. જ્યાં મંદિર આગળના ચોકમાં ગોપાલકોના તમામ ગૌવંશને એકઠા કરવામાં આવે છે અને ગામના યુવાનો દ્વારા ફટાકડા સળગાવી પશુઓ વચ્ચે નાખવામાં આવે છે. જેનાથી પશુઓ ભડકે છે અને ગામ ના સીમાડા તરફ દોડવા લાગેછે.
આ પરંપરાગત રીતે પશુઓ ભડકાવવાને એક શુકનિયાળ પદ્ધતિ માનવામાં આવે છે, ત્યારબાદ રાધાકૃષ્ણના મંદિમાં સામુહિક આરતી થાય છે. આરતી કર્યા બાદ સૌ કોઈ એકબીજાને ભેટે છે અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. આ અનોખી પરંપરા પાછળ કહેવાય છે કે, આમ કરવાથી ગામમાં ક્યારેય જીવલેણ રોગનો ઉપદ્રવ થતો નથી. પશુઓમાં મહામારી જેવા રોગો આવતા નથી અને કૃષિ ક્ષેત્રે ખૂબ સુખાકારી રહે છે. આમ 200 વર્ષથી વધુ ચાલી આવતી આ અનોખી પરંપરાથી રામપુરના ગોપાલકો નવા વર્ષની ઉજવણી કરે છે.