ETV Bharat / state

Research in space science : અરવલ્લીની પ્રાચી વ્યાસને NASA એ આપ્યા પ્રમાણપત્રો - Research in space science

અરવલ્લી જિલ્લાના બોલુન્દ્રા ગામની અને હાલ મોડાસામાં રહેતી પ્રાચી વ્યાસે અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન (Research in space science)કરી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે લઘુગ્રહ સંશોધનમાં પ્રોજેક્ટ બનાવતા અમેરિકન સરકારની આંતરિક સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. પ્રાચીની આ સિદ્ધિ બદલ તેના પરિવારજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.

Research in space science : અરવલ્લીની પ્રાચી વ્યાસને NASA એ આપ્યા પ્રમાણપત્રો

author img

By

Published : Oct 23, 2021, 4:08 PM IST

Updated : Oct 23, 2021, 6:07 PM IST

  • પ્રાચી વ્યાસ અંતરિક્ષ વિજ્ઞાનમાં બાળપણથી રસ ધરાવે છે
  • લઘુગ્રહ સંશોધનમાં પ્રોજેક્ટ બનાવી ખોજ નામની સંસ્થા મારફતે NASAમાં મોકલ્યો
  • દરરોજ પાંચથી છ કલાક સુધી સંશોધન

મોડાસાઃ વર્ષોથી અંતરિક્ષ વૈજ્ઞાનિકો માટે સંશોધનનો (Research in space science) વિષય રહ્યો છે. અંતરિક્ષ વિજ્ઞાનમાં રુચિ ધરાવતા નવા ઉભરતા આશાસ્પદ વૈજ્ઞાનિકોને NASA અને ઇસરો જેવી સંસ્થાઓ પ્રેરણા તેમજ પ્રોત્સાહન આપતી હોય છે. અરવલ્લી જિલ્લાના મોડાસાની પ્રાચી વ્યાસ પણ અંતરિક્ષ વિજ્ઞાનમાં બાળપણથી રસ ધરાવે છે. તેણે લઘુગ્રહ સંશોધનમાં પ્રોજેક્ટ બનાવી ખોજ નામની સંસ્થા મારફતે નાસામાં મોકલ્યો હતો. પ્રોજેકટની કામગીરી દરમિયાન દરરોજ પાંચથી છ કલાક સુધી સંશોધન કરી, મે મહિનામાં મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે 8 લઘુ ગ્રહો શોધ્યાં છે જ્યારે બીજા પ્રોજેક્ટમાં સંશોધનમાં ચાર 4 ગ્રહ શોધ્યાં છે.

આગામી સમયમાં પ્રાચી ત્રીજા પ્રોજેક્ટ પર સંશોધન કરશે

Research in space science કરતાં પ્રાચીએ બે પ્રોજેક્ટમાં બાર લઘુગ્રહો શોધીને સિદ્ધિ હાંસલ કરનાર પ્રાચી વ્યાસને સન્માન સાથે બે સર્ટિફિકેટ એનાયત કર્યા છે. 2 પ્રોજેક્ટ પૂર્ણ કર્યા પછી હવે આગામી સમયમાં પ્રાચી ત્રીજા પ્રોજેક્ટ પર સંશોધન કરશે. પ્રાચી કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સની જેમ જ અંતરિક્ષમાં જઈ દેશ અને રાજ્યનું નામ રોશન કરવાની ખેવના ધરાવે છે.

અરવલ્લીની પ્રાચી વ્યાસને NASA એ આપ્યા પ્રમાણપત્રો

માતાપિતાનો સંપૂર્ણ સહકાર રહ્યો

આકાશમાં ગ્રહોની દુનિયામાં સંશોધન (Research in space science) કરતી દીકરીને માતાપિતાનો સંપૂર્ણ સહકાર રહ્યો છે. પ્રાચીની આ સિદ્ધિને લઈને પરિવાર તેમજ શહેરીજનોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે. સંશોધન બદલ NASA તરફથી પ્રમાણપત્ર મેળવી પ્રાચી, સ્પેસ સાયન્સમાં રૂચિ ધરાવતા અન્ય વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણારુપ બની છે. દ્રઢ મનોબળ ધરાવતી પ્રાચી આવનાર વર્ષોમાં નવી ઊંચાઈ સર કરી વિશ્વ ફલક પર ઝળકશે તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ અરવલ્લીમાં વેક્સિનેશનની કામગીરીમાં છબરડા, બીજો ડોઝ ન લીધો હોવા છતાં મળ્યું સર્ટીફિકેટ

આ પણ વાંચોઃ SVNIT રિસર્ચ : માઈક્રોવેવ સેન્સર બેઝડ સોઈલ એનલાઈઝરથી માટીમાં કેટલો ભેજ છે તે અંગેની જાણકારી માત્ર ગણતરીના મિનિટોમાં મેળવી શકાશે

Last Updated : Oct 23, 2021, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.