કૌટુંબિક બે ભત્રીજાઓ હરજી ઠાકરુ વણઝારા અને ધર્મા શ્રવણ વણઝારા તેમના કાકા જ્યંતિભાઈ વણઝારાને જંગલ વિસ્તારમાં પહોંચી દારૂ પીવડાવી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ કોઇને શંકાન જાય તે માટે બાઈક પર ગોઠવી દઈ માલપુર,મોડાસા વાયા જીવણપૂર થઈ ફરીથી અંદરના રસ્તે જનાલીટાંડા અને કાળી ડુંગરી નજીક મૃતદેહને અકસ્માતમાં ખપાવવા ફેંકી દઈ પોતાને ઘરે પહોંચી ગયા હતા.
ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જેમાં પોસ્ટમોર્ટના રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા ભિલોડા પોલીસે ગુન્હાનો ભેદ ઉકેલી નાખી હરજી ઠાકરુ વણઝારા અને ધર્મા શ્રવણ વણઝારા વિરુદ્ધ ઇપીકો કલમ-૩૦૨,૨૦૧,૧૧૪ મુજબ ગુન્હો નોંધી બંને હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.