ETV Bharat / state

અરવલ્લીના 120થી વધુ પરપ્રાંતિયોએ માગી વતન જવાની મંજૂરી

અરવલ્લી જિલ્લામાં રહેલા 120થી વધુ પરપ્રાંતિય લોકોએ પોતાના વતન જવા માટે મંજૂરી માંગી છે. રાજ્ય સરકારે ઓનલાઈન અરજી કર્યા બાદ પેસેન્જર વાહન મારફતે વતન ફરવા માટે છૂટ આપવામાં આવી છે.

out state worker
પરપ્રાંતિય મજૂરો
author img

By

Published : May 3, 2020, 1:41 PM IST

અરવલ્લી: કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયા બાદ લોકો જ્યાં હોય ત્યાં રોકાઈ જવાનો આદેશ કરાયો હતો. ત્યારે લાંબા સમય બાદ આશ્રયસ્થાનોમાં રહેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત અન્ય રાજયના લોકોને પોતના વતન જવાની પરવાનગી કેન્દ્ર સરકાર દ્વારા અપાઈ છે. જે કારણે રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા બાદ પેસેન્જર વાહન સાથે પરત ફરવાની છૂટ આપવામાં આવી છે. પોતાના વતન પરત જવા ઈચ્છતા 180થી વધુ લોકોએ અરજી કરી છે.

આ અંતર્ગત જિલ્લામાં હોય તેવા પરપ્રાંતીય, યાત્રાળુ, વિદ્યાર્થીઓ, પરિવારથી વિખૂટા પડેલા સ્વજન તેમજ વ્યાપારીક હેતુ માટે અન્ય રાજયમાં જવા ઈચ્છતા હોય તેવા લોકોએ www.digitalgujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ સાથે અરજીમાં પેસેન્જર વ્હિકલ લઈ જવાના હોય તેની વિગત અને સાથે જનારા લોકોના આધારકાર્ડ સહિત અગત્યના પૂરાવા જોડવાના રહેશે.

આ સાથે અન્ય રાજ્યમાં જનારા લોકોએ પોતાના સ્વાસ્થ્યનું પ્રમાણપત્ર નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી મેળવીને આ પ્રમાણપત્ર મળ્યા બાદ બે દિવસમાં મુસાફરી શરૂ કરવાની રહેશે. આવા જ અરવલ્લીમાં આશ્રય લઈ રહેલા અન્ય રાજ્યના 120થી વધુ લોકાએ પોતાના વતન જવા માટે ઓનલાઇન અરજી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.