ETV Bharat / state

અરવલ્લીમાં અનુસૂચિત જાતિના લગ્નના વરઘોડા બાબતે વધુ એક બબાલ, 1 યુવક પર હુમલો

અરવલ્લીઃ જિલ્લાના મોડાસાના બામણવાડા ગામે અનુસૂચિત જાતિના લગ્ન વરઘોડા બાબતે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો થતાં પોલીસે 6 લોકો સામે નામજોગ અને 15 વ્યક્તિઓના ટોળા સામે ફરિયાદ નોંધી છે.

અરવલ્લીમાં અનુ.જાતિના લગ્ન વરઘોડા બાબતે વધુ એક બબાલ 1 યુવક પર હુમલો
author img

By

Published : May 21, 2019, 4:52 PM IST

અરવલ્લી જિલ્લાના ખંભીસરમાં અનુ.સૂચિત જાતીના વરઘોડા બાબતે અથડામણ થયા બાદ વધુ એક ઘટના સામે આવી છે. આ મોડાસા તાલુકાના બામણવાડા ગામમાં 16 મેના રોજ અનુસુચિત જાતિના યુવક ચિરાગભાઈ ડાયાભાઈ પરમારનો વરઘોડો ગામમાંથી નીકળ્યો હતો. જે તે વખતે પ્રસંગ શાંતિપૂર્ણ પૂરો થયો હતો. જોકે અનુસૂચિત જાતિનો વરઘોડો ગામમાં થઈ નીકળ્યો તે કેટલાક લોકોને પસંદ ન આવતા તેમણે વરરાજાના પિતરાઈ ભાઈ રાકેશ વિનોદભાઇ પરમારને ફોન કરી ગામના તળાવ નજીક બોલાવ્યો હતો. ત્યારબાદ આ યુવકને લાકડી વડે ગડદાપાટુનો માર માર્યો હતો, અને એકદમ જ હુમલો થતા યુવક ત્યાંથી ગમે તેમ કરી પોતાના ઘરે દોડી આવ્યો હતો.

અરવલ્લીમાં અનુસૂચિત જાતિના લગ્નના વરઘોડા બાબતે વધુ એક બબાલ, 1 યુવક પર હુમલો
યુવકને શરીરમાં દુખાવો ઉપડતા તેના પરિવારજનોએ સારવાર અર્થે દવાખાને ખસેડી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પોલીસે 6 લોકો સામે નામજોગ અને 15 લોકોના ટોળા વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:અરવલ્લી જિલ્લામાં અનુ.જાતિના લગ્ન વરઘોડા બાબતે વધુ એક બબાલ

મોડાસા અરવલ્લી

મોડાસાના બામણવાડા ગામે અનુસૂચિત જાતિ ના લગ્ન વરઘોડા બાબતે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો થતાં પોલીસે છ લોકો સામે નામજોગ અને 15 વ્યક્તિઓ ના ટોળા સામે ફરિયાદ નોંધી છે.

Body:અરવલ્લી જિલ્લામાં ખંભીસરમાં અનુ. સૂચિત જાતી ના વરઘોડા બાબતે અથડામણ થયા બાદ વધુ એક ઘટના સામે આવી છે. મોડાસા તાલુકાના બામણવાડા ગામમાં 16 મેના રોજ અનુસુચિત જાતિ ના યુવક ચિરાગભાઈ ડાયાભાઈ પરમારનો વરઘોડો ગામમાં થી નીકળ્યો હતો. જે તે વખતે પ્રસંગ શાંતિપૂર્ણ પૂરો થયો હતો. જોકે અનુસૂચિત જાતિ નો વરઘોડો ગામમાં થઈ નીકળ્યો તે કેટલાક લોકોને પસંદ ન આવતા તેમણે વરરાજાના પિતરાઈ ભાઈ રાકેશ વિનોદભાઇ પરમાર ને ફોન કરી ગામના તળાવ નજીક બોલાવ્યો હતો . ત્યારબાદ આ યુવકને લાકડી વડે ગડદાપાટુનો માર માર્યો હતો એકદમ જ હુમલો થતા યુવક ત્યાંથી ગમે તેમ કરી પોતાના ઘરે દોડી આવ્યો હતો

યુવકને શરીરમાં દુખાવો ઉપડતા તેના પરિવારજનોએ સારવાર અર્થે દવાખાને ખસેડી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પોલીસે છ લોકો સામે નામ જોગ અને 15 લોકોના ટોળા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

બાઇટ એમ.એમ કણઝરીયા ડીવાયએસપી અરવલ્લી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.