અરવલ્લી: લોકડાઉનની અમલવારી માટે પોલીસ કર્મચારીઓ લોકોના સીધા સંપર્કમાં આવતા હોય છે ત્યારે કોઇ વ્યક્તિ સંક્રમિત છે કે નહિ તેના વિશે તેમને જાણ હોતી નથી. જેથી આ સંજોગામાં પોલીસ કર્મચારીઓ માટે અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાર રસ્તા પર સેનેટાઇઝર સ્પ્રે મશીન મુકવામાં આવ્યું છે. પોલીસકર્મીઓ ફરજના સ્થળ પર હાજર થતા અને ઘરે જતા પહેલા સેનેટાઇઝર સ્પ્રે મશીનથી સંપૂર્ણ સૅનેટાઇઝ થઈ કોરોના સામે રક્ષણ મેળવી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના કાલુપુરમાં ફરજ બજાવતાં પોલીસકર્મીને કોરોના પોઝિટિવ આવતાં પોલીસબેડામાં ચીંતા જનક વાતાવરણ છવાયુ હતું. જેથી સેનેટાઇઝર સ્પ્રે મશીન મુકીને પોલીસમાં વ્યાપેલા આ ભયને દુર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.તેમજ અન્ય એક મશીન જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પણ મૂકવામાં આવ્યું છે.