- તહેવારોમાં ગરીબો માટે જાયન્ટ્સ મોડાસા દ્વારા નવી પહેલ
- ગરીબો સુધી સરકારની યોજનાઓ પહોંચાડવામાં આવી
- જાયન્ટ્સ દ્વારા ગરીબ પરિવારોને NFS કાર્ડ બનાવવા શરૂ કરાયું અભિયાન
અરવલ્લીઃ જિલ્લામાં કાર્યરત જાયન્ટ્સ દ્વારા સરકારની યોજનાઓ આપવામાં આવતા લાભ લાભાર્થીઓને પહોંચે તે હેતુસર વંચિતોને વહારે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન દ્વારા જરૂરિયાતમંદોને તહેવારોમાં સરકાર દ્વારા મળતો અનાજનો જથ્થો પહોંચી શકે તેવા એ.પી.એલ. કાર્ડ વાળા લાભાર્થીઓને NFS કાર્ડ બનાવી આપવા જાયન્ટ્સ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અભિયાનમાં જાયન્ટ્સના આગેવાનો જોડાયા
આ પ્રસંગે જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનનના ચેરમેન નિલેશ જોષી, વાઇસ ચેરમેન સુરેન્દ્રસિંહ રાઠોડ, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, મંત્રી પ્રવીણ પરમાર, અમિત કવિ, દક્ષેશ પટેલ, ભગિરથ કુમાવત સહિત 20 લાભાર્થીઓ હાજર રહ્યા હતા.