ETV Bharat / state

અરવલ્લીના ઔદ્યોગિક એકમોમાં મોકડ્રીલ યોજાઈ

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથે ઔદ્યોગિક એકમોમાં અકસ્માતોનાં બનાવોમાં કામદારોની સલામતી કઈ રીતે રાખી શકાય તે માટે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય વિભાગ દ્વારા સમાયાંતરે મોકડ્રીલ યોજવામાં આવે છે. આમ છતાં ઘણી વખત ઔદ્યોગિક એકમોમાં અકસ્માતોનાં બનાવ બનતા હોઈ શ્રમ અને રોજગાર વિભાગ તેમજ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય નિયામક કચેરી દ્વારા 17 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર 2020 દરમિયાન સલામતી માસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી.

author img

By

Published : Sep 18, 2020, 8:18 PM IST

etv bharat
અરવલ્લીના ઔદ્યોગિક એકમોમાં મોકડ્રીલ યોજાઈ

અરવલ્લી: ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથે ઔદ્યોગિક એકમોમાં અકસ્માતોનાં બનાવોમાં કામદારોની સલામતી કઈ રીતે રાખી શકાય તે માટે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય વિભાગ દ્વારા સમાયાંતરે મોકડ્રીલ યોજવામાં આવે છે. આમ છતાં ઘણી વખત ઔદ્યોગિક એકમોમાં અકસ્માતોનાં બનાવ બનતા હોઈ શ્રમ અને રોજગાર વિભાગ તેમજ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય નિયામક કચેરી દ્વારા 17 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર 2020 દરમિયાન સલામતી માસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી.

જિલ્લાના મોડાસાની ગુરુકૃપા ક્રાફ્ટ્સ પ્રા.લિ, અને ભિલોડાના નિયોન ફ્યૂલ્સ લિમીટેડ તેમજ જાનકી સેરાટેક ખાતે મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન અને આગ જેવા આકસ્મિક બનાવ વખતે લેવાની તકેદારી, તેઓની ઈમરજન્સીમાં બજાવવાની ભૂમિકા, માહિતીનો પ્રસાર, તાલીમના મહત્વ અંગે કારખાનાના મેનેજમેન્ટ, સુપરવાઈઝર અને શ્રમયોગીઓ સાથે ચર્ચા સહિતના કટોકટીના સમયે લેવાના અગત્યના પગલાઓ તેમજ તકેદારી રાખવા અંગેની તબક્કાવાર અમલવારી કરવામાં આવી હતી.

આ ઉપરાંત વર્તમાન COVID-19ની મહામારીના સંજોગોમાં સરકારની જાહેર કરાયેલી માર્ગદર્શિકાઓ મુજબ સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે સુરક્ષિત રીતે કામ કરવું જરૂરી છે. તેનું પણ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.