- અરવલ્લીમાં ગેસ લીકેજની ઓફસાઇટ મોકડ્રીલ યોજાઇ
- ભિલોડાના ખોડંબા ખાતે આવેલા નિયોન ફ્યુલ્સ લિમિટેડમાં મોકડ્રીલ યોજાઇ
- ડિસ્ટ્રીક્ટ ક્રાઈસિસ ગૃપ દ્વારા યોજાઇ મોકડ્રીલ
અરવલ્લી: ભિલોડાના ખોડંબા ખાતે આવેલા નિયોન ફ્યુલ્સ લિમિટેડમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં સીનારિયો તરીકે કારખાનામાં આવેલા LPG બુલેટના વૉલવમાં કોઈ કારણોસર લિકેજના પગલે લાગેલી આગ પર કાબુ મેળવવાનો હતો જે માટે કારખાનામાં ઉપલબ્ધ ફાયર સેફ્ટી એન્ડ મેડિકલ ટીમો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા.જોકે આગ કાબુમાં ન આવતા આ ઈમરજન્સીને “ઓફસાઈટ ઈમરજન્સી “ જાહેર કરી મદદ માટે તમામ સભ્યોને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી.
મોકડ્રીલના સ્થળે જિલ્લા વહિવટી તંત્રના અને ડિસ્ટ્રીક્ટ ક્રાઈસિસ ગૃપના અધિકારીઓ ઉપસ્થિત
નિયોન ફ્યુલ્સ લિમિટેડ ખાતે યોજાયેલા આ મોકડ્રીલમાં જિલ્લા વહિવટી તંત્રના અને ડિસ્ટ્રીક્ટ ક્રાઈસિસ ગૃપના સભ્યો અને અધિકારીઓ હાજર હતા. તો આ સાથે જ વિવિધ એજન્સીઓ જેમકે ફાયર બ્રિગેડ ટીમ,એમ્બ્યુલેન્સ ટીમ અને મેડિકલ ટીમ,પોલિસ વિભાગની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી.