- અરવલ્લીના મેઘરજના સફાઇ કામદારો પ્રતીક ઉપવાસ પર ઉતર્યા
- સફાઇ કર્મચારીઓ દ્વારા રેલી યોજવામાં આવી
- મેઘરજ પોલીસે તમામ કર્મચારીઓની અટકાયત કરી
અરવલ્લી : જિલ્લાના મેઘરજ ગ્રામ પંચાયતમાં કામ કરતા સફાઇ કામદારો તેમની વર્ષો જૂની માંગોને લઇને પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. ગત 15 દિવસથી સફાઇ કામદારો હડતાળ પર ઉતર્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા તેમની માંગો સામે આંખ આડા કાન કરતા સફાઇ કામદારોએ હવે તેમનું આંદોલન ઉગ્ર કર્યુ છે. ગ્રામ પંચાયતના 30 કર્મચારીઓ માંગણીઓ નહીં સંતોષતા પ્લેકાર્ડસ અને બેનર સાથે ન્યાય આપોના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત સફાઇ કર્મચારીઓ દ્વારા રેલી પણ યોજવામાં આવી હતું. જે કારણે મેઘરજ પોલીસે તમામ કર્મચારીઓની અટકાત કરી હતી.
ગ્રામ પંચાયતની તાળાબંધી કરવાનું આયોજન
સફાઇ કર્મચારીઓએ જણાવ્યુ હતું કે, ન્યાય નહીં મળે તો આંદોલન ઉગ્ર કરવામાં આવશે. જેમાં આવાનારા દિવસોમાં ગ્રામ પંચાયતને તાળાબંધી કરવાનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. ગ્રામ પંચાયતના સફાઇ કામદારો હડતાળ પર ઉતરતા લીમખેડાથી કામચલાઉ ધોરણે સફાઇ કામદારો લાવી હાલ મેઘરજ નગરની સફાઇ કરાવવામાં આવી રહી છે.