ETV Bharat / state

અરવલ્લીના મેઘરજમાં ઝાડ પર વીજળી ત્રાટકી - પટના

અરવલ્લીમાં મંગળવાર વહેલી સવારે આકાશમાં ભારે ગાજવીજ સાથે મૂશળાધાર વરસાદ ખાબક્યો હતો. આ સમયે મેઘરજના ઓઢા કસાણા ગામે ખેતરના ઉભા લીલાછમ ઝાડ પર વીજળી ત્રાટકી હતી. જેના કારણે ઝાડમાં એકાએક આગ લાગી હતી. જો કે, સદનસીબે આ સમયે કોઇ વ્યક્તિ ખેતરમાં હાજર ન હોવાથી જાનહાનિ થઈ નથી.

વીજળી
વીજળી
author img

By

Published : Jun 30, 2020, 8:07 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં મંગળવરના રોજ વહેલી સવારે આકાશમાં ભારે ગાજવીજ સાથે મૂશળાધાર વરસાદ વરસ્યો હતો. આ સમયે મેઘરજના ઓઢા કસાણા ગામે ખેતરના ઉભા લીલાછમ ઝાડ પર વીજળી ત્રાટકી હતી. જેના કારણે ઝાડમાં એકાએક આગ લાગી હતી. જો કે, સદનસીબે આ સમયે કોઇ વ્યક્તિ ખેતરમાં ન હોવાથી જાનહાન ટળી હતી.

લીલાછમ ઝાડ પર વીજળી ત્રાટકી

ચાલુ વર્ષની વીજળી પડવાની ઘટનાઓ

30 જૂન, રાજકોટઃ સાણથલી ગામમાં એક કલાકમાં 2 ઇંચ વરસાદ અને ડોડીયાળા ગામે વીજળી પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

30 જૂન, બોટાદ: બોટાદ તાલુકાના લાઠીદડ ગામે ભાવનગર રોડ પર આવેલી ખેતીની જમીનમાં 60 વર્ષીય ઘનશ્યામભાઈ ચૌહાણ અને તેમની 5 વર્ષીય પૌત્રી જાનવી ચૌહાણનું વીજળી પડવાથી મોત નીપજ્યું હતું.

29 જૂન, ગિરિડીહ: ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં વીજળી પડવાથી 3 લોકોનાં મોત થયાં હતા. જેમાં બગોદર પોલીસ સ્ટેશન વિસ્તારના 2 અને સરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 1 વ્યકિતનું મોત નીપજ્યું હતું.

26 જૂન, પટનાઃ બિહારમાં વીજળી પડવાથી 108 લોકોના મોત નીપજ્યા હતા

24 જૂન, રાજકોટઃ નડાળા ગામમાં ખેતરમાં કામ કરી રહેલા, જસાણીયા દિનેશભાઈ નાનજીભાઈ પર વીજળી પડતાં મોત નીપજ્યું હતું

15 જૂન, મહીસાગર: જિલ્લામાં વીજળી પડતાં 18 પશુઓના મોત નીપજ્યા હતા.

15 જૂન, અમરેલીઃ જિલ્લામાં વીજળી પડતાં 3ના મોત નીપજ્યા હતા.

7 જૂન, જામનગરઃ જિલ્લામાં મોટી ખાવડી અને સાપર ગામમાં બે જગ્યાએ વીજળી પડતા બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.

15 મે, સુરી(પશ્ચિમ બંગાળ): બીરભૂમ જિલ્લાના મલ્લારપુર વિસ્તારમાં વીજળી પડતા 2 લોકોનાં મોત થયા હતા, અને 4 લોકો ગંભીર ઈજા પહોંચી હતી.

19 એપ્રીલ, મધ્યપ્રદેશ: સાગર જિલ્લાના સનૌધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીજળી પડતા એક જ પરિવારના 4 લોકોનાં મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.