અરવલ્લીઃ લોકડાઉન દરમિયાન શ્રમીકોની હાલત દિવસેને દિવસે કફોડી થતી જાય છે. ખાસ કરીને એવા શ્રમીકો જેમના પાસે ન તો રાશન છે ન તો રાશન કાર્ડ. જેથી લોકોની મદદ પર તેમનો જીવન નિર્વાહ ટકી રહ્યો છે. એટલે એવા શ્રમીકો એ હવે તેમના વતન ભણી વાટ પકડી છે . લોકડાઉન લંબાતા હવે ખેતરોમાં કામ કરી રહેલ્ ખેત મજુરોને ખેડુતોએ તરછોડી દીધા છે ત્યારે મજુરોએ કોઇ વાહનની રાહ જોયા વિના ચાલતા નિકળી પડ્યા છે.
![શ્રમિક પરિવારોનું પ્રયાણ યથાવત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-03-daily-wagers-photo1-gj10013png_21042020140342_2104f_1587458022_935.png)