અરવલ્લી : રમણલાલ પાઠકરે પ્રાસંગિક સંબોધન આપતા જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લામાં ડેમાઈ ગ્રામ પંચાયત પ્રજાજનોને સુવિધા પૂરી પાડવામાં અગ્રેસર રહી છે. ત્યારે ગ્રામજનોને અદ્યતન એસ.ટી ડેપોની સુવિધા મળવાથી ગામની શોભામાં વધારો થયો છે. ડેમાઈ ગામની આદર્શ ગામ તરીકેની પસંદગી થઈ છે. ત્યારે તેમણે સરકારની જુદી - જુદી 241 યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે અપીલ કરી હતી.
ડેમાઇ ખાતે નવનિર્મિત પામનાર એસ.ટી બસ સ્ટેશનમાં મુસાફરોને બસ ડેપોમાં બેઠક વ્યવસ્થા,વેઈટીંગ હોલ, સ્ટુડન્ટ પાસ રૂમ, ટી.સી રૂમ, ઇન્કવાયરી રૂમ, કેન્ટીન, વોટર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, આધુનિક શૌચાલયની સુવિધા પૂરી પાડવામાં આવશે.