ETV Bharat / state

અરવલ્લીમાં શામળાજી મંદિરે કાર્તિકી પૂનમના પાંચ દિવસીય મેળોનું આયોજનઃ ભક્તોનું ધોડાપુર

અરવલ્લીમાં આવેલ સુપ્રસિદ્વ યાત્રાધામ શામળાજીમાં(Aravalli Yatradham Shamlaji) કાર્તિકી પૂનમનો પાંચ દિવસીય મેળો(Karthiki Poonam Fair) યોજાઇ રહ્યો છે. જેમાં દુર દુરથી મોટી સંખ્યમાં આવતા ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

અરવલ્લીમાં શામળાજી મંદિરે કાર્તિકી પૂનમના પાંચ દિવસીય મેળોનું આયોજનઃ ભક્તોનું ધોડાપુર
અરવલ્લીમાં શામળાજી મંદિરે કાર્તિકી પૂનમના પાંચ દિવસીય મેળોનું આયોજનઃ ભક્તોનું ધોડાપુર
author img

By

Published : Nov 19, 2021, 2:22 PM IST

Updated : Nov 20, 2021, 11:15 AM IST

  • કોરોના વાયરસના કારણે બે વર્ષ પછી યોજાયો કાર્તિકી પુનમનો મેળો
  • શામળાજી મંદિર 500 વર્ષ જેટલું પૌરાણિક હોવાનું માનવામાં આવે છે
  • ઠાકોરજીની પ્રતિમા સાતમી આઠમી સદીની ગણાય છે

અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં આવેલ યાત્રાધામ શામળાજી(Aravalli Yatradham Shamlaji) ખાતે દર વર્ષે કાર્તિકી પુનમનો મેળો(Karthiki Poonam Fair) ભરાય છે. જ્યાં સમગ્ર ગુજરાતમાંથી તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશથી શ્રદ્વાળુઓ ભગવાન શામળીયા ઠાકોરના દર્શન કરવા આવે છે. અગિયારસથી શરૂ થતાં પાંચ દિવસના મેળામાં ચારથી પાંચ લાખ જેટલા દર્શનાર્થીઓએ દર્શનાર્થે આવે છે, મંદિરમાં બિરાજતા ગદાધર શ્રી કૃષ્ણ ભગવાનના(Shamlaji Temple Gadadhar Shri Krishna Bhagwan) દર્શન કરી ભક્તો ભક્તિ રસમાં રંગાઈ જાય છે.

અરવલ્લીમાં શામળાજી મંદિરે કાર્તિકી પૂનમના પાંચ દિવસીય મેળોનું આયોજનઃ ભક્તોનું ધોડાપુર

શામળાજી મંદિર 500 વર્ષ જેટલું પૌરાણિક

શામળાજી મંદિર(Shamlaji Temple) 500 વર્ષ જેટલું પૌરાણિક હોવાનું માનવામાં આવે છે. આ મંદિર હિન્દુ સ્થાપત્યનો નમુનો છે. આ મંદિર 10 કે 11 સૈકામાં બંધાયેલુ હોવાનુ પણ માનવામાં આવે છે. મંદિરના બાંધકામમાં પ્રાચીન ચૌલુક્ય શૈલી જોવા મળે છે. મૂળ મંદિર પાંચસોથી આઠસો વર્ષ ટકેલું અને ત્યારબાદ પંદરમી-સોળમી સદીની ઓળખ આજના મંદિરને મળે છે. જો કે ઠાકોરજીની પ્રતિમા(Statue of Shamlaji Thakorji) સાતમી આઠમી સદીની ગણાય છે. પરંતુ અહીં બિરાજતા ભગવાન શ્રીકૃષ્ણ આદિવાસી પ્રજાના આરાધ્ય દેવ(Tribal god) છે, અને અહીંની પ્રતિમા શ્યામ વર્ણની છે, તેથી ભક્તો ભગવાનને કાળિયા દેવ તરીકે પૂજે છે.

આ પણ વાંચોઃ ઝડપથી વિકસતી પ્રજાતિઓ લૂપ્ત થવાની શક્યતા વધારે: અભ્યાસ

આ પણ વાંચોઃ ખેડૂતોનું આંદોલન તરત પાછું નહીં ખેંચાય: રાકેશ ટિકૈત

Last Updated : Nov 20, 2021, 11:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.