ETV Bharat / state

ધોરણ 10માં શાળાઓ દ્વારા અપાયેલા ઇન્ટર્નલ માર્કસ શંકાના દાયરામાં, અરવલ્લીની 30 શાળાઓમાં તપાસ

તાજેતરમાં રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2020માં લેવાયેલ ધોરણ-10ની પરીક્ષાના પરિણામને લઈ વિવાદ સર્જાયો છે. શાળાઓ દ્વારા મનસ્વી રીતે અપાયેલા ઇન્ટરનલ માર્કસ આપ્યા હોવાનું બહાર આવ્યુ છે. જેના પગલે અરવલ્લી જિલ્લામાં 30 શાળાઓમાં 150 જેટલા વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં આવ્યા છે.

ધોરણ 10માં શાળાઓ દ્રારા અપાયેલ ઇન્ટર્નલ માર્કસ શંકાના દાયરામાં

author img

By

Published : Nov 8, 2020, 10:57 PM IST

  • ઇન્ટર્નલ માર્કમાં 100 ટકા, બોર્ડની પરિક્ષામાં નાપાસ
  • માર્ચમાં લેવાઇ હતી ધોરણ 10 બોર્ડની પરીક્ષા
  • શિક્ષણ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા

અરવલ્લીઃ માર્ચ-2020માં યોજાયેલ ધોરણ-10ની બોર્ડની પરીક્ષામાં નાપાસ તેમજ ગ્રેસિંગથી પાસ થયેલ વિદ્યાર્થીઓના ઈન્ટરનલમાં 100 ટકા માર્કસ આવ્યા છે. આ ત્રુટી સામે આવતા શિક્ષણ વિભાગ ચોંકી ઉઠ્યું છે અને રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે. ધોરણ-10માં ગ્રેસિંગથી પાસ થયેલા તેમજ કેટલાક નાપાસ વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્કની લ્હાણી કરી દેવાઈ છે. આવા કેટલાક વિદ્યાર્થીઓને શાળાએથી 16થી લઈ પૂરે પૂરા 20 માર્ક આપી દેવાયા છે.

અરવલ્લીની 16 ગ્રાન્ટેડ અને 14 ખાનગીઓમાં તપાસ થશે

આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી ગાયત્રી બેન પટેલના જણાવ્યા અનુસાર, અરવલ્લી જિલ્લાની 16 ગ્રાન્ટેડ અને 14 ખાનગી શાળાઓમાં અંદાજે 150 જેટલા વિદ્યાર્થીઓના ઈન્ટરનલ માર્કની તપાસ કરવામાં આવશે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પરિણામમાં જોવા મળેલ વિસંગતતામાં એજ્યુકેશન ઈન્સ્પેકટરો સ્થળ તપાસ કરશે તેવું જણાવ્યું હતું.

ઘોડા છુટી ગયા બાદ તબેલા તાળા મારવા જેવો ઘાટ

જોકે આ મામલો પાણી વહી ગયા પછી પાળ બાંધવા જેવો છે. રાજ્યમાં જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસના આદેશ આપવામાં તો આવ્યા છે, જો કે તપાસના રીપોર્ટ આવ્યા બાદ શિક્ષણ વિભાગ કોઇ કાર્યવાહી કરે છે કે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.