ETV Bharat / state

ભિલોડામાં પોલીસની હાજરીમાં આંતરજ્ઞાતિય લગ્ન યોજાયા - inter caste marriage

અરવલ્લી જિલ્લાના ભિલોડાના રામપુરી ગામમાં આંતરજ્ઞાતિય લગ્ન બાબતે તણાવ સર્જાયો હતો. વર અને કન્યા અલગ સમાજના હોવાથી કન્યાના પરિવાર સામે સમાજનો વિરોધ હતો. જેથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

ભિલોડામાં પોલીસની હાજરીમાં આંતરજ્ઞાતિય લગ્ન યોજાયા

author img

By

Published : May 30, 2021, 6:13 PM IST

  • અરવલ્લીમાં જોવા મળ્યો વિચિત્ર કિસ્સો
  • આંતરજ્ઞાતિય લગ્નમાં સમાજનો વિરોધ
  • પોલીસે દરમિયાનગીરી કરીને લગ્ન કરાવ્યા

અરવલ્લી: જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા રામપુરી ગામે આંતરજ્ઞાતિય લગ્ન પ્રસંગમાં સમાજનો વિરોધ હોવાથી વાતવારણ ડોહળાય તેવી પરિસ્થિતી હતી. યુવક પટેલ અને યુવતી અનુસૂચિત જન જાતિની હોવાથી યુવતીના સમાજનો વિરોધ હતો . જેને લઇને ગામમાં લગ્ન પૂર્વે તણાવભર્યો માહોલ સર્જાયો હતો. લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે કન્યાના પરિવારજનોએ પોલીસની મદદ માગી હતી. લગ્ન પ્રસંગ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે DySP, LCB સહિત ભિલોડા પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો.

ભિલોડામાં પોલીસની હાજરીમાં આંતરજ્ઞાતિય લગ્ન યોજાયા

લગ્ન પ્રસંગમાં મહેમાનો કરતા પોલીસ સ્ટાફની સંખ્યા વધુ

આખરે પોલીસની ઉપસ્થિતિમાં લગ્ન મંડપમાં શાંતિપૂર્ણ માહોલમાં લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. કોરોના સમયે લગ્ન પ્રસંગમાં મહત્તમ 50 લોકોની હાજરીનો નિયમ હોવાથી મહેમાનો કરતા પોલીસ સ્ટાફની સંખ્યા વધુ જોવા મળી હતી. 21મી સદીમાં પણ લોકો હજુ પણ ધર્મ અને જ્ઞાતિના વાડામાં બંધાઇ રહ્યા હોવાનું વરવું ઉદાહરણ ભિલોડામાં જોવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.