ભિલોડાની અવની સોસાયટીમાં રહેતા ધીરુભાઈ સોમાભાઈ ખરાડી અને તેમની પત્ની મકાન બંધ કરી અમદાવાદ ખાતે શનીવારે તેમની વહુ બીમાર હોવાથી ખબર-અંતર પૂછવા ગયા હતાં.
તસ્કરોએ આ તકનો લાભ ઉઠાવી ઘરની લોખંડની જાળી તોડી ઘરના દરવાજાના તાળા-નકુચા તોડી ઘરમાં તિજોરી, કબાટ અને ટેબલના ડ્રોવરના લોક તોડી નાખી તેમાં રાખેલા 2 લાખથી વધુની રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી અંદાજે રૂ.4.50 લાખના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતાં.
અમદાવાદથી ઘરે પરત ફરેલા ધીરૂભાઇએ જાળીનાં લોક અને ઘરનો દરવાજો તૂટેલો જોતા ઘરમાં પ્રવેશતા ઘરમાં રહેલી તિજોરી અને કબાટ તૂટેલું હોવાની સાથે રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ થયાનું જણાતાં ચોંકી ઉઠ્યા હતાં. બંધ મકાનમાં લૂંટ થયાની જાણ થતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતાં.