ચોઈલા ગામના યુવકે ગામની જ યુવતી સાથે પ્રેમ થયો હતો. પરતું આ બન્નેને તેમના પરિવારજનોનો ડર હતો તેથી તેઓએ ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતી. યુવક જગદીશ ભાઈ સોલંકીએ ગામની નિકિતા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે યુવતીના પરિવાજનોને આ કબુલ ન હોવાથી યુવક-યુવતી એક વર્ષ પછી યુવકના ઘરે પરત ફરતા હતા. જ્યા યુવતીના પરિવારજનો અને સગા-સંબંધીઓને જાણ થતા મધ્ય રાત્રીએ હલ્લાબોલ કરી યુવકના ઘરમાં તોડફોડ કરી બન્નેને માર મારવામાં આવ્યો હતો. જોકે પોલીસે યુવતીને પરત તેના પતિના ઘરે સોંપી હતી.
બાયડ પોલીસે પ્રેમી યુવક-યુવતી પર હુમલો કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.