અરવલ્લીઃ જિલ્લાના ધનસુરા નજીક ભૂદરી (બારનોલી) ભલાભાઈ ખાંટ નામના શ્રમજીવી યુવકે જમીન રાખવા માટે રૂપિયાની જરૂર હોવાથી ધનસુરામાં ફાયનાન્સનો ધંધો કરતા નીરવ રાજેશભાઈ પટેલ અને પ્રતીક જગદીશભાઈ પટેલ પાસેથી બે લાખ રૂપિયા વ્યાજે નાણાં લીધા હતા.
ચીઠ્ઠીમાં જણાવ્યા મુજબ, વ્યાજે નાણાં પરત મેળવવા બંને વ્યાજખોરોએ ભલાભાઈ ખાંટને ઓફિસે બોલાવી માર માર્યો હતો, ત્યારબાદ પરિવારજનોને જાણ કરતાં પરિવારજનોએ અન્ય વ્યક્તિ પાસેથી અઢી લાખ રૂપિયા લઈ પરત આપી દીધા હતા. જો કે, વ્યાજખોરોએ વ્યાજે નાણાં લેવા આપેલો ચેક પરત આપ્યો નહોતો અને વધુ વ્યાજની માગ કરી હતી. તેમજ વ્યાજ વસૂલવાની અને તેના વિરૂદ્ધ ફરિયાદ ધમકી આપી હતી. જેથી ભલાભાઈ ગુમ થયો હોવાથી ભારે ચકચાર મચી છે.
નોંધનીય છે કે, ઘર છોડતા પહેલા ભલાભાઈએ ચિઠ્ઠી લખી હતી. જેમાં તેમણે વ્યાજખોરોના ત્રાસ અસહ્ય બનતા ઘર છોડવા મજબુર બન્યા હોવાનું જણાવ્યું છે. ત્યારે તેમના આ નિર્ણયથી તેની પત્ની અને બે બાળકો નિરાધાર બનતા ભારે ગ્રામજનોમાં વ્યાજખોરોને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે.