ETV Bharat / state

અરવલ્લીમાં ઇદેમિલાદુન્નબીની ઉજવણી કરાઈ - પેયગંબર હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમ

મોડાસા સહિત અરવલ્લી જિલ્લાના ટીંટોઇ, મેઘરજ, ભિલોડા, બાયડ માં ઈદે-એ-મિલાદનો તહેવાર સરકારી ગાઇડ લાઇન મુજબ ઉજવાયો હતો. જિલ્લાની વિવિધ મસ્જીદો માં સરકારી ગાઇડ લાઇન સાથે જીયારત કરવામાં આવી હતી.

અરવલ્લીમાં ઇદેમિલાદુન્નબીની ઉજવણી કરાઈ
અરવલ્લીમાં ઇદેમિલાદુન્નબીની ઉજવણી કરાઈ
author img

By

Published : Oct 19, 2021, 5:26 PM IST

  • મોડાસામાં ઈદે-એ-મિલાદનો તહેવાર ગાઇડ લાઇન મુજબ ઉજવાયો
  • મકાનો દુકાનો તથા મોહલાઓને રોશનીથી ઝગમગ્યાં
  • જુલુસમાં મહત્તમ ૧૫ વ્યક્તિઓ સામેલ થવાની પરવાનગી

અરવલ્લીઃ મોડાસામાં ઇસ્લામ ધર્મના અંતિમ પેયગંબર હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ના જન્મદિવસની મુસ્લિમ લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. પહેલા ચાંદ થી લઇ ઈદે-એ-મિલાદ ના દિવસ સુધી પોતાના મકાનો દુકાનો તથા મોહલાઓને રોશનીથી સજાવવામાં આવ્યા હતા.

મસ્જીદોમાં જીયારત તેમજ નાત શરીફ નું આયોજન

ઇદેમિલાદ ના દિવસે ફૈઝાને મદિના,વોહરવાડ મસ્જીદ, નુર મસ્જીદ, બાલાપીર મસ્જીદ,કસ્બા મસ્જીદ તેમજ અન્ય મસ્જીદોમાં જીયારત તેમજ નાત શરીફ નું આયોજન કરવામાં આવ્યું હતુ.તો વળી ટીંટોઇ માં ઇદેમિલાદ ના દિવસે જુમ્મા મસ્જિદ, ગરીબ નવાજ મસ્જિદ માં ઉજવાણી કરવામાં આવી હતી.જેમાં ઈમામ સાહેબ દ્રારા, વિશ્વ કલ્યાણ ,સુખ સમૃદ્ધિ અને લોકો નિરોગી રહે તેવી દુવાઓ કરવામાં આવી હતી. તેમજ પેયગંબર સાહેબ ના ઉપદેશો જીવનમાં ઉતારી જીવન ધન્ય બનાવવા અનુરોધ કર્યો હતો.

અરવલ્લીમાં ઇદેમિલાદુન્નબીની ઉજવણી કરાઈ
કાર્યક્રમની ઉજવણી સરકાર દ્વારા નિર્ણયો જાહેર કરાયાસરકારી ગાઇડ લાઇન મુજબ મોટા જુલુસ ના કાર્યક્રમ રદ કરવામાં આવ્યા હતા. જોકે વિવિધ સ્થળોએ એક સ્થાન પર ઉભા રહી નાત શરીફનું પઠન કરવામાં આવ્યુ હતું. નોંધનીય છે જુલુસ સહિતના અન્ય કાર્યક્રમની ઉજવણી કરવાની મંજૂરી આપવા અંગે રાજ્ય સરકાર દ્વારા આ સંદર્ભે અનેક નિર્ણયો જાહેર કરાયા હતા. જેમાં તહેવારની ઉજવણી નિમિત્તે જુલુસમાં મહત્તમ ૧૫ વ્યક્તિઓ અને એક જ વાહન સામેલ થવાની પરવાનગી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Bhavnagar Market Yard માં મગફળીના ટેકાના ભાવ કરતા ઊંચા ભાવ, 4619 રજિસ્ટ્રેશન થયાં

આ પણ વાંચોઃ સુરત આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ વિક્રેતાઓના ત્યાં દરોડા, માવાના સેમ્પલો લેવામાં આવ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.