અરવલ્લી : જિલ્લામાંથી વિદેશી દારૂ અમદાવાદ અને ગાંધીનગર પહોંચાડવામાં આવતો હતો. જોકે આ દારૂ ગાંધીનગર કે અમદાવાદ પહોંચે તે પહેલા જ સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર LCB અને SOGની ટીમે દારૂની ખેપ મારતા ચાર બુટલેગરને ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, ઝડપાયેલા બુટલેગરમાંથી બે પોલીસ કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે. બંને પોલીસ કર્મચારીઓ અરવલ્લી જિલ્લા હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હતા. પોલીસ કર્મચારીઓની સંડોવણી સામે આવતા જ અરવલ્લી જિલ્લા પોલીસ એકશનમાં આવી હતી અને જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે પોલીસ કમ બુટલેગરોને સસ્પેન્ડ કરી દીધા છે.
કેવી રીતે સાબરકાંઠા પોલીસે દારૂની ખેપ પકડી સાબરકાંઠા જિલ્લાની SOG અને LCBની ટીમે રણાસણ હરસોલ માર્ગ પર બાતમીના આધારે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન સ્કોર્પિયો કાર ને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો 34,608 રૂપિયાનો જથ્થો પકડી પાડ્યો હતો. સાથે જ કારમાંથી 2 પોલીસ કર્મચારીઓ તેમજ બે બુટલેગર મળી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
SP સંય ખરાતે બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા સાબરકાંઠા જિલ્લા LCB એ વિદેશી દારૂની હેરાફેરીમાં કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં રોહિતસિંહ જગતસિંહ ચૌહાણ (પોલીસ કોન્સ્ટેબલ, હેડ ક્વાર્ટર, અરવલ્લી) અને વિજયસિંહ છનાજી પરમારની (પોલીસ કૉન્ફરન્સ, હેડક્વાટર) સીધી સંડોવણી સામે આવતા અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સસ્પેન્ડ કરી દીધા છે. બંને પોલીસ કર્મચારીઓ હાલ મોડાસા પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હોવાનું જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું.
રહિયોલ નજીક ખેતરમાં દારૂ સંતાડ્યો હતો દારૂની ખેપ મારનાર પોલીસ કર્મચારીઓ કેટલા સમયથી દારૂની હેરાફેરી કરતા હશે કે કહેવું મુશ્કેલ છે કારણ કે, પહેલા પણ દારૂમાં પોલીસ કાર્યવાહી કરી હતી, પણ હવે જે દારૂની ખેપમાં પકડાયા છે. આ સમગ્ર દારૂની ખેપમાં રણજીતસિંહ સાથે અન્ય બે આરોપીઓએ રહિયોલ નજીક વિજય થનાભાઈના ખેતરમાં સંતાડ્યો હતો. જેને તલોદ માર્ગે થઈને ત્યારે શંકાના આધારે પોલીસે ઝડપી પાડ્યા હતા.
વિજય પરમાર પહેલા ખાખીને દાગ લગાવી ચૂક્યો છે અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું કે, હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતો વિજય પરમાર પહેલા પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો. પહેલા માલપુર પૉલિસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો ત્યારે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલો હતો અને સસ્પેન્ડ કર્યો હતો, એટલું જ નહીં એક ઝઘડાના કેસમાં પણ વિજય પરમાર સંડોવાયેલો હતો અને હવે ત્રીજી વાર વિદેશી દારૂની ખેપમાં પોલીસે ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો : Rajkot Corporation: મનપાની કચેરીમાં મદિરાની મહેફીલ, વિડીયો વાયરલ
ડિસમિસ કરવા માટે પ્રપોઝલ મોકલાશે : SP સતત ત્રીજીવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી સામે આવતા પોલીસ હવે કોઇપણ ઢીલાશ મુકવાના મૂડમાં ન હોય તેવું લાગે છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું કે, DGP અને IGP ની સૂચના હોવાથી કડકમાં કડક કાર્યવાહી આ મામલે થવી જોઈએ એટલે પોલીસ તંત્ર દ્વારા દારૂની ખેપ મારનાર પોલીસ કર્મચારીઓ સામે ડિસમિસ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ માટે પ્રપોઝલ પણ મોકલવાની તજવીજ પોલીસે હાથ ધરી છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની પોલીસ કર્મચારીઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ ન થાય.
આ પણ વાંચો : Bhavnagar Crime: ગજબનો ભેજાબાજ, પાઈપની પાછળ છુપાવ્યા હતા દારૂના ખોખા
પોલીસ કર્મચારીઓ ક્યાંથી દારૂ લાવતા હતા સાબરકાંઠા પોલીસે અરવલ્લી જિલ્લાના બે પોલીસ કર્મચારીઓને વિદેશી દારૂની ખેપમાં ઝડપી પાડતા હવે સવાલો ઉઠી રહ્યા છે કે, ઝડપાયેલા પોલીસ કર્મચારીઓ દારૂ ક્યાંથી લાવતા હતા અને કોના આશીર્વાદથી અરવલ્લી જિલ્લામાં દારૂ આવતો તે એક સવાલ છે. અરવલ્લી જિલ્લામાં બુટલેગરો પાસે દારૂ નથી પહોંચતો. ત્યારે બુટલેગર બની બેઠેલા પોલીસ કર્મચારીઓ પાસે દારૂ કેવી રીતે પહોંચ્યો તે પણ સવાલ છે.