આ અંગે કર્મચારીઓ જણાવ્યું હતું કે, સરકારના ધારાધોરણમુજબના પગાર બદલે નજીવો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. જેના કારણે કારમી મોંઘવારીમાં પરિવારનો જીવનનિર્વાહ ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી પગાર વધારાની માગ સાથે ઘરણા યોજ્યા છે. જો માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ધરણા યોજી, આંદોલનની ચીમકી ઉચ્ચારી
અરવલ્લી: ગુજરાત હાઇકોર્ટના ચુકાદા અને ગુજરાત સરકાર નાણા વિભાગના પરીપત્ર અનુસાર પગાર મુદ્દે અરવલ્લી જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં ફરજ બજાવતા અંશકાલીન કર્મચારીઓની હડતાળ સાથે ધરણા યોજ્યા હતાં. તેમજ આંદોલનની પણ ચીમકી આપી છે.
healthdepartment