- ગાયત્રી મંદિરમાં ગુરૂનાનક જયંતિની ઉજવણી
- અરવલ્લીના 24 ગામના સાધકો ઘેર-ઘેર દીપક પ્રગટાવશે
- ગુરુ નાનક જયંતિ કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે
અરવલ્લી: કાર્તિક પૂર્ણિમાના દિવસે ગુરુ નાનક જયંતિ નિમીતે ગાયત્રી ચેતના કેન્દ્ર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની તમામ પ્રજ્ઞા સંસ્થાના સાથે જોડાયેલા કાર્યકરોએ અતિરિક્ત પાંચદીપ સાથે 24 ગાયત્રી મંત્ર દ્વારા ભાવનાત્મક આહુતિ અર્પણ કરી હતી. ગાયત્રી પરિવારએ ગુરુ નાનકજીના બલિદાનને યાદ કરી 551મી જયંતીએ દીપાંજલિ આપી હતી. ગયાત્રી પરિવારની માન્યતા મુજબ ગુરુ શિષ્યની મહાન પરંપરાના સંવાહક ગુરુ નાનક દેવજીએ દેશની એકતા અને અખંડતા માટે પોતાની જાતને હોમી દીધી હતી. એમના બલિદાનને લીધે જ આજે હિંદૂ ધર્મ તેમજ સંસ્કૃતિનું રક્ષણ સંભવ બન્યું છે.
ગુરુ નાનક દેવજીએ શ્રી કરતારપુર સાહિબ ગુરુદ્વારાની સ્થાપના કરી હતી
નોંધનીય છે કે ગુરુ નાનક દેવજી, શીખ ધર્મ ના અનુયાઇઓ ના પહેલાં ગુરુ હતા. ગુરુ નાનક દેવજીએ શ્રી કરતારપુર સાહિબ ગુરુદ્વારા ની સ્થાપના કરી હતી.