અરવલ્લી રાજ્યમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ (Election Commission of Gujarat) વિવિધ નવતર પ્રયોગ કરી રહ્યું છે. તે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ચૂંટણી તંત્રએ પણ નવો પ્રયોગ (Arvalli District Election Administration) કર્યો હતો. અહીં 32 બાયડ વિધાનસભા મતવિસ્તારમાં (Bayad Assembly Constituency) પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને છોડ આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સાથે જ 80થી વધુ વયના મતદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મતદાતાઓને પ્રોત્સાહિત કરાયા વિધાનસભાના બીજા અને આખરી તબક્કાનું આજે મતદાન (Gujarat Election 2022) ચાલી રહ્યું છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
80થી વધુ વયના મતદારો સન્માનિત કરાયા સાથે જ 80થી વધુ વયના મતદારોને પણ સન્માનિત કરવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ કાર્ય કરવા પછળનો મુખ્ય હેતું લોકોને વધુમાં વધુ મતદાન માટે પ્રત્સાહન આપવાનો છે. યુવાનો પણ લોકશાહીના આ મહાપર્વમાં (Gujarat Election 2022) પોતાનું યોગદાન આપે અને પોતાની જવાબદારી સમજીને મતદાન કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા (Arvalli District Election Administration) આ છોડ આપીને પ્રોત્સાહન પૂરૂં પાડવામાં આવી રહ્યું છે.
સંવેદનશીલ મતદાન મથકો જિલ્લામાં 1062 મતદાન મથક (Polling Station in Arvalli ) ઉપર મતદાન થઈ રહ્યું છે. તો જિલ્લાની કુલ 3 વિધાનસભા બેઠક પર કુલ 8,30,547 મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. આ માટે 1360 EVM અને VVPATની ફાળવણી કરવામાં આવી છે. આ સંપૂર્ણ કામગીરી માટે કુલ પ્રિસાઈડિંગ અને નોડલ સહિત 4673નો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. જિલ્લામાં 278 બુથ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ છે. ત્રણેય વિધાનસભા બેઠક પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ (Arvalli District Election Administration) જળવાઈ રહે અને નિષ્પક્ષ અને ન્યાયિક ચૂંટણી થાય તે માટે 3,800 પોલીસ સ્ટાફ સુરક્ષા કવચ પૂરું પાડી રહ્યા છે.