ETV Bharat / state

મોડાસામાં ગાયત્રી સાધકોએ કૃષ્ણ જન્મોત્સવના ઓનલાઈન દર્શન કર્યા

author img

By

Published : Aug 13, 2020, 12:40 PM IST

કોરોનાની મહામારીને લઇને સૌના સ્વાસ્થ્યની સુરક્ષા જળવાઈ રહે તે માટે સરકારના આદેશ અનુસાર અરવલ્લીના મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે જન્માષ્ટમી ઉત્સવની જાહેર ઉજવણી બંધ રાખવામાં આવી હતી. સૌ સાધકોએ પોતાના ઘરે જ રહી શાંતિકુંજથી ગીતા વિશેના ઓનલાઈન પ્રવચનો સાથે ઓતપ્રોત રહી જીવનમાં નવ સંકલ્પિત બની કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી.

Krishna Janmotsav
Krishna Janmotsav

મોડાસાઃ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે દર્શનાર્થીઓ માટે દ્વાર બંધ રાખવામાં આવ્યા હતાં. ગાયત્રી પરિવારના કોઈ પણ પરિજન ઉપસ્થિત ન રહી, ફક્ત કાયમ સેવા પૂજા કરનાર દંપતી દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની પ્રણાલી અનુસાર સૌ સાધકોને ઓનલાઈન દર્શન કરાવવા વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગાયત્રી સાધકોએ શ્રીકૃષ્ણ જન્મોત્સવના ઓનલાઈન દર્શન કર્યા

હાલ સ્વાસ્થ્યની વિકટ પરિસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના જાહેર કાર્યક્રમ નથી થઈ શક્યા, ત્યારે ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યું કે, હાલની સ્થિતિ સાથે અનુકૂળ થવું જ જોઈએ, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની જીવન યાત્રાને યાદ કરી હૃદયમાં આંતરિક ઉજવણી કરી શકાય. ગૌ, ગંગા, ગીતા અને ગાયત્રી આ આપણી સંસ્કૃતિના આધાર સ્તંભ છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પ્રાપ્ત થયેલ ગીતા જ્ઞાન માનવમાત્રને જીવન જીવવાની કળા શીખવે છે. જે આજના દિવસે ગીતાસાર તત્વને યાદ કરી જીવનમાં આંતરિક મંથન કરી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી સાર્થક બની શકે છે.

અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ ડૉ. પ્રણવ પંડ્યાજી પણ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયમાં ગીતા જ્ઞાન સતત આપવા પર ભાર મૂકે છે. જેથી તૈયાર થનાર નવ યુવકો જીવન જીવવાની કળા સાથે તૈયાર થઈ રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.