મોડાસાઃ અરવલ્લી જિલ્લાની ગ્રામ્યવિસ્તારની બહેનોને ડિજિટલ ક્ષેત્રે સાંકળવાના અભિનવ પ્રયાસ અન્વયેનું એક મહત્વપૂર્ણ કદમ બિઝનેસ કોરોસપોન્ડેટ(બી.સી) સખી છે. જે હવે અરવલ્લી જિલ્લાના ગ્રામ્યકક્ષાએ ચાલતા સખીમંડળની બહેનો દ્વારા ચલાવશે. બેંક સખી દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે. જેનાથી કમિશનરૂપે નિયત રકમ મળશે અને બહેનોની આજીવિકામાં વધારો થશે.
![અરવલ્લીની ૩૪ બેંક સખીને વિનામૂલ્યે ફિંગર પ્રિન્ટ ડિવાઈસનું વિતરણ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8005384_finger_gj10013.jpg)
બી.સી.સખી થકી હવે ગ્રામ્ય વિસ્તારમાં આધારકાર્ડથી લિંક બેકિંગ સેવાઓ જેમકે, પૈસાની લેવડદેવડ, વીમા પ્રિમિયમ, યુટીલીટી બિલ પેમેન્ટ, મોબાઇલ રીચાર્જ, પાનકાર્ડ, પાસપોર્ટ માટેની એપ્લિકેશન, ટેલિમેડિસિન, કેસીસી કાર્ડ,પેન્સનરોને લાઈફ સર્ટિફિકેટ તથા સી.એસ.સીની અન્ય તમામ કામગીરી સેવાઓ ફિંગર પ્રિન્ટડિઝીટલ ડિવાઇસથી ઉપલબ્ધ થશે.