- 20 વર્ષીય યુવાનનું મોત
- અન્ય 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
- ચારેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વાત્રક જનરલ હોસ્પિટલમાં ખસેડાયા
બાયડ: શનિવારે બાયડ કૉલેજ નજીક ચાર બાઈક એક બીજા સાથે અથડાતા બાયડ રતનપુર ગામના 20 વર્ષીય અતુલ પરમારનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. આ ઘટનામાં અન્ય બાઈક ચાલકોને ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાંથી એક વાત્રકગઢ અને અન્ય 3 વ્યકતિઓ વડાગામના હોવાનું જાણવા મળ્યુ હતું. આ ચારેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વાત્રક જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મૃતકના પરિવારમાં શોકની લાગણી
ઘટનામાં મૃત્યુ પામેલા બાઇક ચાલકના પરિવારજનો ઘટના સ્થળે આવી પહોંચતા વાતાવરણમાં શોકનો માહોલ છવાયો હતો. ઘટના સ્થળે આવી પહોંચેલી બાયડ પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.