ETV Bharat / state

મોડાસા: GIDCની બેકવેલ બિસ્કીટ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ - Fire News

મોડાસા: અરવલ્લી જિલ્લાનું મુખ્ય મોડાસાની GIDCમાં બેકવેલ બિસ્કીટની ફેક્ટરીમાં ગત મોડી રાત્રીએ આગ લાગતા નાસભાગ થઇ ગઇ હતી. આ બિસ્કિટની ફેક્ટરીમાં એકાએક આગ લાગતા થોડી જ વારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક લોકોના ભીડ ઉમટી પડી હતી. આ ઘટનાને લઇને ફાયર વિભાગને જાણ કરતા મોડાસા નગરપાલિકાના ફાયર ફાઇટરે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

મોડાસા GIDCમાં લાગી આગ, બૅકવેલ બિસ્કીટ ફેક્ટરીમાં મશીનરી બળીને ખાક
author img

By

Published : Jul 31, 2019, 10:36 AM IST

મોડાસામાં આવેલી GIDCની બેકવેલ બિસ્કીટની ફેક્ટરીમાં એકાએક આગ ફાટી નિકળતા મોડાસા ફાયર વિભાગની ટીમ દ્વારા કલાકોની જહેમત બાદ આ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે, એ દરમિયાન ફેકટરીની મશીનરી અને અન્ય વસ્તુ આગમાં રાખ થઈ ચૂકી હતી. આ અંગેની પ્રાથમિક અનુમાન મુજબ આગ લાગવા પાછળનું મુખ્ય કારણમાં શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે.

મોડાસા GIDCમાં લાગી આગ, બૅકવેલ બિસ્કીટ ફેક્ટરીમાં મશીનરી બળીને ખાક
ઉલ્લેખનીય છે કે, આ બેકવેલ બિસ્કીટ વિદેશોમાં એક્સ્પોર્ટ કરવામાં આવે છે. છેલ્લા 15-20 વર્ષથી આ ફૅકટરી કાર્યરત છે. આ આગ લાગવાની બીજી ઘટના છે.

Intro:મોડાસાની જી.આઇ.ડી.સીમાં આવેલ બિસ્કીટ ફેક્ટરીમાં ભીષણ આગ

મોડાસા- અરવલ્લી

મોડાસાની જી.આઇ.ડી.સી માં બેકવેલ બિસ્કીટ ફેકટરીમાં ગત મોડી રાત્રીએ આગ લાગતા અફડાતફરી મચી ગઇ હતી. ફેક્ટરીમાં એકાએક આગ લાગતા જોતજોતામાં આગના લબકારા અને ધુમાડાના ગોટેગોટા નીકળતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. મોડાસા નગરપાલિકાના ફાયર ફાઇટરે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

Body:કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શક્યો હતો. જોકે ત્યાં સુધીમાં તો ફેકટરીની મશીનરી અને અન્ય વસ્તુ આગમાં સ્વાહા થઇ ગઇ હતી. પ્રાથમિક અનુમાન મુજબ આગનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યુ છે . બેકવેલ બિસ્કીટ વિદેશોમાં એક્સ્પોર્ટ કરવામાં આવે છે. છેલ્લા 15 થી 20 વર્ષથી આ ફેકટરી કાર્યરત છે અને આજ ફેકટરીમાં આગની બીજી કે ત્રીજી ઘટના છે.

વિઝયુઅલ – સ્પોર્ટ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.