ETV Bharat / state

પિતા બન્યા દિકરીના તારણહાર, વાંચો વિશેષ અહેવાલ - એક કિડની દાન

અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ટીંટીસર ગામે રહેતા કાંતિભાઈના પરિવારમાં ત્રણ દીકરીઓ છે. તેમાં સૌથી મોટી દીકરી 25 વર્ષીય સેજલને બે વર્ષ અગાઉ પ્રસૂતિ વખતે કિડનીમાં ઇન્ફેકશન થયું હતું, ત્યાર બાદ ડોક્ટરોએ તેને અઠવાડિયામાં બે વખત ડાયાલિસિસ કરવા જણાવ્યું હતું. ત્રણ દીકરીઓના પિતાના હસતા પરિવારમાં અચાનક એવી આફત આવી કે, જેમાંથી ઉગરવું કદાચ અશક્ય હતું. સેજલના પિતા તેમજ પતિને આ અંગે જાણકારી ઓછી હોવાના કારણે તેમણે ડાયાલિસિસ શરૂ રાખી અને આગળ કોઈ જ નિર્ણય લીધો ન હતો.

પિતાએ કર્યું દિકરીને કિડની દાન
author img

By

Published : Nov 19, 2019, 7:35 PM IST

સેજલની બંને કિડની ખરાબ થતાં છેલ્લા બે વર્ષથી ડાયાલિસિસ પર જીવનદોર ખેંચી રહી હતી. આ પીડા તેના પિતાને સહન ન થતાં તેમણે પોતાની એક કિડની દાન આપવાનું નક્કી કરતા સેજલનું અંધકારમય ભવિષ્ય પ્રજ્વલિત થઈ ગયું હતું.

પિતાએ કર્યું દિકરીને કિડની દાન

કહેવાય છે કે, ભગવાન જ્યારે બધા જ રસ્તા બંધ કરે ત્યારે કોઈ એક રસ્તો ચોક્કસ ખોલી આપે છે. બે વર્ષ બાદ ડોક્ટર સાથે સલાહ લેતા તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી. પરંતુ, આ માટે કિડની મેચ થવું એ પણ મોટી સમસ્યા હતી. જો કે, કાંતિભાઈની કિડની મેચ થઈ જતા 50 વર્ષના કાંતિભાઈએ તેમની દીકરી સેજલને કિડની આપવાનો મક્કમ નિર્ણય લીધો છે. તેમણે દીકરીને તો નવજીવન આપ્યું જ છે પણ સાથે સાથે અન્ય લોકો માટે પણ તેઓ પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

Intro:પિતા બન્યા દીકરીના તારણહાર....

મોડાસા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ટીંટીસર ગામે 25 વર્ષીય સેજલ ની બંને કિડની ખરાબ થતાં છેલ્લા બે વર્ષથી ડાયાલિસિસ પર જીવનદોર ખેંચી રહ્યા હતા . આ પીડા તેના પિતાને સહન ન થતાં તેમણે પોતાની એક કીડની દાન આપવાનું નક્કી કરતા સેજલનું અંધકારમય ભવિષ્ય પ્રજ્વલિત થયું છે ......જુઓ તો પિતાનો પુત્રી માટેનો વાત્સલ્ય

Body:અરવલ્લી ટીન ટી શર્ટ ગામે રહેતા કાંતિભાઈ ના પરિવારમાં ત્રણ દીકરીઓ છે સૌથી મોટી દીકરી સીઝનલ લગ્ન ત્રણેક વર્ષ થયા હતા બે વર્ષ અગાઉ પ્રસૂતિ વખતે સિઝન kidney in માં ઇન્ફેકશન થયું અને ત્યાર બાદ ડોક્ટરોએ તેને અઠવાડિયામાં બે વખત ડાયાલિસિસ કરવા જણાવ્યું હતું

ત્રણ દીકરીઓના ના પિતા ના હસતા પરિવારમાં અચાનક એવી આફત આવી ગઈ કે જેના માંથી ઉઘરવું કદાચ અશક્ય હતું. સેજલના પિતા તેમજ પતિને આ અંગે જાણકારી ઓછી હોવાના કારણે તેમણે ડાયાલિસિસ શરૂ રાખી અને આગળ કોઈ જ નિર્ણય લીધો .

પણ કહેવાય છે કે ભગવાન બધા જ્યારે બધા જ રસ્તા બંધ કરે ત્યારે કોઈ એક રસ્તો ચોક્કસ ખોલી આપે છે. બે વર્ષ બાદ ડોક્ટર સાથે સલાહ લેતા તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી. આ માટે પણ કિડની મેચ થવું એ પણ મોટી સમસ્યા હતી જોકે કાંતિભાઈ ની કિડની મેચ થઈ જતા ૫૦ વર્ષના કાંતિભાઈ તેમની દીકરી સિઝનની કિડની આવવાનો મક્કમ નિર્ણય લીધા છે . તેમણે દીકરીને તો નવજીવન આપ્યું જ છે પણ સાથે સાથે અન્ય લોકો માટે પણ તેઓ પ્રેરણાસ્ત્રોત બન્યા છે .

બાઈટ સેજલબેન દર્દી

બાઈટ હિતેશભાઈ સેજલના પતિ

બાઈટ કાંતિભાઈ સેજલના પિતા

પી ટુ સી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.