ETV Bharat / state

Fake PMO Officer: ઠગ કિરણ પટેલે બોલવાની છટાથી અરવલ્લીના ખેડૂતોને ફસાવ્યા, 1.25 કરોડની છેતરપિંડી - અરવલ્લીના ખેડૂતોએ કિરણ પટેલ સામે પોલીસ ફરિયાદ

પીએમઓના નકલી અધિકારી બનીને છેતરપિંડી કરનારો કિરણ પટેલ અત્યારે જેલની હવા ખાઈ રહ્યો છે. ત્યારે હવે આ મહાઠગે અરવલ્લી જિલ્લાના ખેડૂતો સાથે 1.25 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ અંગે ખેડૂતોએ તેની પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.

Arvalli Crime: ઠગ કિરણ પટેલે બોલવાની છટાથી અરવલ્લીના ખેડૂતોને ફસાવ્યા, ને કરી 1.25 કરોડની છેતરપિંડી

author img

By

Published : Mar 20, 2023, 8:34 PM IST

મહાઠગે ખેડૂતો સાથે કરી હતી મુલાકાત

અરવલ્લીઃ પીએમઓ અધિકારીના નામે લોકો સાથે છેતરપિંડી કરનારા મહાઠગ કિરણ પટેલના દરરોજ નવાનવા કારનામા બહાર આવી રહ્યા છે. તેમ જ દરરોજ નવા પત્તા ખૂલી રહ્યા છે. જોકે, જમ્મુ-કાશ્મીરમાંથી તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે અરવલ્લીના ખેડૂતો પણ આ મામલે આગળ આવ્યા છે. તેઓ પણ કઈ રીતે આ મહાઠગ કિરણ પટેલની છેતરપિંડીના ભોગ બન્યા તેની આપવિતી વર્ણવી હતી.

આ પણ વાંચોઃ PMO Fake Officer Case: કિરણ પટેલને સોશિયલ મીડિયા પર એક્સપોઝ કરનારની ETV સાથે ખાસ વાતચીત

ખેડૂતોને પણ ન છોડ્યાઃ ખેડૂતોએ મહાઠગ કિરણ પટેલ પર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, જિલ્લાના 13 ખેડૂતો ખેતી અને પશુઆહારની લેવડદેવડમાં 1.25 કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા હતા. એક તુમ હી નહીં તન્હા ઉલ્ફત મેં મરી રૂસવા. જી હાં આધુનિક યુગ ભારતના મિસ્ટર નટવર લાલે કાશ્મીરની સિક્યોરિટી એજન્સીઓ સાથે જ નહીં, પરંતુ અગાઉ તેણે કોન મેન બનવાની કસરત ગુજરાતથી જ કરી હતી. જિલ્લા સહિત કેટલાય નગરો અને શહેરોમાં ભલાભોળા માણસો સાથે છેતરપિંડી કરી કિરણ પટેલે ઠગમાંથી મહાઠગ બનવાની સફર શરૂ કરી હતી.

મહાઠગે ખેડૂતો સાથે કરી હતી મુલાકાતઃ બાયડ તાલુકાના રડોદરા ગામના આશિષ પટેલ અને તેમના સગા સબંધીઓ ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં જોડાયેલા છે. વર્ષ 2017માં નકલી પીએમઓ ફેમ મહાઠગ કિરણ પટેલની આશિષ પટેલ અને અન્ય 13 ખેડૂતો સાથે મુલાકાત થઈ હતી. આ ખેડૂતોને તમાકુની ખેતપેદાશ અને પશુપાલન માટે ખાણદાણ લેવા તેની સાથે મુલાકાત થઈ હતી. ખેડૂતો સાથે થોડા દિવસ સારો વ્યવહાર પણ કર્યો પણ પછી 2017માં ખેડૂતો પાસેથી તમાકું અને પશુઆહાર પેટે રૂપિયા 1.25 કરોડ રૂપિયા લીધા પણ માલસામાન આપ્યો નહતો. આ બાબતે વારંવાર ઉઘરાણી કરતા કિરણ પટેલ ખોટા વાયદા કરતો હતો.

ખેડૂતોએ નોંધાવી હતી ફરિયાદઃ એટલું જ નહીં મહાઠગ કિરણ પટેલ પોતે પીએમઓનો એડિશનર ડાયરેક્ટર છે તેવી ખોટી ઓળખ આપતો હતો. ત્યારબાદ ખેડૂતોને મીઠી મીઠી વાતોમાં ભોળવી દેતો હતો. તેણે બાયડના ખેડૂતોને સિક્યોરિટી પેટે આપેલા ચેક પણ બાઉન્સ થયા હતા. ત્યારબાદ 2019માં આશિષ પટેલ અને અન્ય ખેડૂતો એ કિરણ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી.

પૈસા માગવા જતા તો ધમકી આપતોઃ આ અંગે ભોગ બનનારા ખેડૂતે જણાવ્યું હતું કે, અમે બાયડ તાલુકાના ખેડૂત છીએ. અમારી સાથે પણ મહાઠગ કિરણ પટેલે છેતરપિંડી કરી હતી. અમારી સાથે તેણે આર્થિક વ્યવહાર કરી અને ખોટી ઓળખ આપી હતી. અમે પૈસા પરત માગવા ગયા ત્યારે પણ એણે અનેક પ્રકારના ખોટા વાયદા કર્યા હતા. એ વખતે તેણે એમ કહ્યું હતું કે, હું પીએમઓમાં કામ કરૂ છું. એરિયાનો ઈન્ચાર્જ છું. ખોટી ઘાકધમકીઓ પણ આપી હતી. ત્યારબાદ અમે અમારી રીતે તપાસ કરતા વડોદરા ખાતે પણ તેણે છેતરપિંડી કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

આ પણ વાંચોઃ Fake PMO Officer: મહાઠગ કિરણ પટેલ મળ્યો'તો હીરાના વેપારીને, કહ્યું હતું સરકાર મારી સાથે છે

લોકોને પોતાની બોલવાની છટાથી કરતો મોહિતઃ ખેડૂતે જણાવ્યું હતું કે, વ્યારા ખાતે પણ તેણે ડોકટર સાથે છેતરપિંડી કરી હતી. તેમ જ આણંદ ખાતે પણ ભરવાડ સમાજના વ્યક્તિઓ સાથે પણ છેતરપિંડી કરી હતી. એનો રૂઆબ એ પ્રકારનો હતો કે, સામાન્ય માણસ તરીકે કોઈ પણ વ્યક્તિ એનાથી અંજાઈ જાય. એની બોલવાની છટા ફાંકડું અંગ્રેજી બોલવું, વ્યવસ્થિત હિન્દી બોલવું તે અને આગવી છટા હતી. કોઈ પણ સામાન્ય માણસ એનાથી પ્રભાવિત થઈ જાય અને એની ઓળખ જ પીએમઓમાં કામ કરૂ છું એ રીતે આપતો. તેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બધો વહીવટ અમે સંભાળીએ છીએ અને અમે તેમના મીડિયા ઈન્ચાર્જ છીએ તેવી વાતો કરતો હતો. તેમ જ તે લાલ લાઈટવાળી ગાડીમાં ફરતો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.