ETV Bharat / state

એસટી બસનો કંડક્ટર નશામાં ઢળી પડ્યો, પોલીસે કરી કાયદેસર કાર્યવાહી

અરવલ્લીઃ દ્વારકા એસટી બસ ડેપોની દ્વારકા-શ્રીનાથદ્વારા બસનો કંડકટર નશો કરેલ હાલતમાં બેભાન થઇ ઢળી પડતા તાત્કાલીક 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે શામળાજી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શામળાજી પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે કંડકટરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના પગલે દ્વારકા-શ્રીનાથદ્વારા બસના મુસાફરો 3 કલાક સુધી રઝળ્યા હતા.

દ્વારકા-શ્રીનાથદ્વારા એસ.ટી બસનો કંડકટર નશામાં બેભાન
author img

By

Published : May 21, 2019, 5:45 AM IST

પોલીસે એસટી બસના ડ્રાઈવર દેવાભાઇ જીવણભાઈ હાથિયાની ફરિયાદના આધારે બસ કંડક્ટર નિલેશભાઈ જીવાભાઈ વાઘેલા વિરુદ્ધ પ્રોહિબિશન એ્ક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

માહિતી અનુસાર બસ શનિવારે દ્વારકાથી શ્રીનાથદ્વારા નીકળી હતી અને રવિવારે શ્રીનાથદ્વારા પહોંચી હતી અને સોમવારે શ્રીનાથદ્વારાથી પરત આવતી હતી. આ દરમિયાન શામળાજી બસ સ્ટેશન પર આવી ઉભી હતી ત્યારે કંડક્ટર એકાએક ઢળી પડ્યો હતો.

Aravalli

શામળાજી - અરવલ્લી

         દ્વારકા એસટી બસ ડેપોની દ્વારકા- શ્રી નાથદ્વારા બસ નો કંડકટર નશામાં કરેલ હાલતમાં બેભાન થઇ ઢળી પડતા તાત્કાલીક ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવી શામળાજી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શામળાજી પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે કંડકટરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. બનાવના પગલે દ્વારકા-શ્રી નાથદ્વારા બસમાં ના મુસાફરોએ ૩ કલાક સુધી રઝળયા હતા.

પોલીસે એસટી બસના ડ્રાઈવર દેવાભાઇ જીવણભાઈ હાથિયા ની ફરિયાદના આધારે બસ કંડક્ટર નિલેશભાઈ જીવાભાઈ વાઘેલા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે . મળતી માહિતી અનુસાર આ બસ શનિવારે દ્વારકા થી શ્રીનાથદ્વારા નીકળી હતી અને રવિવારે શ્રીનાથ દ્વારા પહોંચી સોમવારે શ્રીનાથ દ્વારા થી પરત આવતી હતી . આ દરમ્યાન શામળાજી બસ સ્ટેશન પર આવી ઉભી હતી ત્યારે કંડકટર એકાએક ઢળી પડ્યો હતો .  

ફોટો- સ્પોટ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.