મોડાસા તાલુકા પંચાયત ખાતે ચૂંટણીને લઈને તાલુકાના બી.એલ.ઓની બેઠક ચૂંટણી અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં ચૂંટણીમાં એન્ડ્રોઇડ એપ થકી કામગીરી કરવા માટે ચૂંટણીપંચ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જો કે, વાતવાતમાં સામાન્ય બોલાચાલી થતા કેટલાક બી.એલ.ઓ. હોલની બહાર દોડી આવ્યા હતા અને આગામી સમયમાં કામગીરી ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
બી.એલ.ઓ.ને ચૂંટણીલક્ષી તાલીમ માટે મોડાસા તાલુકામાં બોલાવ્યા હતા. જો કે, બી.એલ.ઓ નું માનવું છે કે, તાલીમ સમયે એક બીએલઓનું અપમાન કર્યું હતું. જેથી તેઓ આગામી સમયમાં બી.એલ.ઓની કામગીરી નહીં કરવા પર વિચારી રહ્યા છે.