અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા, શામળાજી, મેઘરજ, માલપુર પંથકમાં ભારે પવન ફૂંકાતા વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકતા ભારે અફડાતફરી મચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ પશુઓના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. વૃક્ષો જમીનદોસ્ત થવાથી રસ્તાઓ બ્લોક થયા હતા. આ વૃક્ષો ધરાશાયી થવાથી 10થી વધુ વાહનો ઝાડ નીચે દબાઇ ગયા હતા. તો ખેડૂતોને પણ બાજરી, ઝાર તેમજ મકાઇના પાકને વ્યાપક નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાના કારણે અંદાજે 200થી વધારે વીજપોલ તેમજ 50થી વધુ મકાનોના છાપરા નીકળી ગયા છે. આ ઘટનાને પગલે વિવિધ ટીમ બનાવીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.