ETV Bharat / state

અરવલ્લીમાં ગ્રામ્ય વિસ્તારોમાં દસ્તાવેજની નોંધણી શરૂ - modasa news

અરવલ્લી જિલ્લામાં નગરપાલિકા વિસ્તાર સિવાયની ગ્રામ્ય વિસ્તારોમાં દસ્તાવેજની નોંધણી શરૂ કરવામાં આવી છે.

arvalli
arvalli
author img

By

Published : Apr 28, 2020, 7:50 PM IST

મોડાસા: રાજ્ય સરકારના મહેૃસૂલ વિભાગ દ્વારા 20 એપ્રિલ 2020થી રાજયમાં આવેલા તમામ સબ્-રજીસ્ટ્રાર કચેરીઓ પૈકી મહાનગર પાલિકા તથા નગરપાલિકા સિવાયની ગ્રામ્ય વિસ્તાર 98 ની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા શરુ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મેઘરજ અને માલપુરની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લા મોડાસાના નોંધણી નિરીક્ષકએ જણાવ્યું હતું કે જિલ્લામાં આવેલા ગ્રામ્ય વિસ્તારની સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે આવતા દરેક પક્ષકારે કચેરી બહાર સેનિટાઇઝરથી હાથ સાફ કરીને કચેરીમાં પ્રવેશ કરવાનો રહેશે. દસ્તાવેજ નોંધણી માટે આવનાર અરજદાર, વકીલ, બોન્ડ રાઈટર વગેરેએ કોરોનાના સંક્રમણને નાથવા માટે આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

વેબ સાઈટ માં http://garvi.gujarat.gov.in પર ઈ- પેમેન્ટ અને દસ્તાવેજ માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ મેળવવાની રહેશે. ફક્ત ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લીધેલા તથા ઈ પેમેન્ટથી ઓનલાઈન નોંધણી ફી ભરેલા દસ્તાવેજની જ નોંધણી થઈ શકશે. હાલ ફકત દસ્તાવેજ નોંધણીની કામગીરીને પ્રાથમિકતા આપવાની રહેશે. ઇન્ડેક્ષ નકલ દસ્તાવેજની ખરી નકલ તથા શોધ રીપોર્ટની સુવિધા હાલ પુરતી બંધ છે .દસ્તાવેજની નોંધણી માટે અંગુઠાનું નિશાન બાયોમેટ્રિક પદ્ધતિથી તેમજ વીડિયો રેકોર્ડીંગ સહિતની પ્રક્રિયા યથાવત રાખવામાં આવી છે. દરેક પક્ષકારે કચેરીમાં ફરીજીયાત માસ્ક પહેરવાનું તથા સામાજિક અંતર જાળવવા સુચના આપવામાં આપી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.