- અરવલ્લીમાં ટિકિટ ફાળવણી રાજકીય પક્ષો માટે બની માથાનો દુખાવો
- અસંતુષ્ટ કાર્યકર્તાઓ ખુલીને રાજકીય પક્ષોનો વિરોધ કરી રહ્યા છે
- મોડાસા નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર MIM માં જોડાયા
મોડાસાઃ અરવલ્લી જિલ્લા પંચાયતની 30 બેઠકમાંથી 4 બેઠક પર ઉમેદવારોની જાહેરાત બાકી રાખી અન્ય 26 બેઠકો પર ઉમેદવારો જાહેર કરતાની સાથે જાણે ભાજપમાં ભડકો થયા જેવી સ્થિતી સર્જાઈ હતી. કઉં જિલ્લા પંચાયત બેઠક સામાન્ય હોવા છતાં OBC સમાજના યુવા અગ્રણીને ટિકિટ આપવામાં આવતા પાટીદારોએ ભાજપ કાર્યલય પાસે હોબાળો કર્યો હતો.
બીજી તરફ મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં પણ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બીજા વિસ્તારના ઉમેદવાર જીત્યા પછી વોર્ડમાં ફરકતા પણ નથી ત્યારે ભાજપ આયાતી ઉમેદવારો ઉભા રાખી લોકોને નિરાશ કર્યા છે.
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ટેકેદારો સાથે એમઆઈએમમાં જોડાયા
મોડાસા નગરપાલિકામાં વોર્ડ નંબર- 7 માટે કોંગ્રેસના પૂર્વે કોર્પોરેટરને ટિકિટ ન આપતા તે તેમના ટેકેદારો સાથે મોટી સંખ્યમાં એમઆઈએમમાં જોડાતા કોંગ્રેસમાં મોટુ ગાબડું પડ્યું હતું.